SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૮ • प्राग् घटदर्शनं मृत्तिकास्वरूपेण ० રી તે માટઈ કથંચિત્ અભેદઈ જ કાર્યોત્પત્તિ થાઈ. ઈમ સિદ્ધ થયું. *ભવિક જીવો ! તુણ્ડ ઈણિ છે પરઈ દ્રવ્ય-ગુણ-પર્યાય લીજીઈ.* ૩/૮ प स्यात् । न चैतद् दृष्टम् इष्टं वा। अपि चैवं सर्वस्य सर्वस्माद् उत्पत्तेः कार्य-कारणभावाऽनियमः स्यात् । — एवञ्च न शाल्यकुरार्थी शालीबीजमेव आदद्याद् अपि तु यत्किञ्चिदेवेति। नियमेन च प्रेक्षापूर्वकारिणाम् 1 ૩પવાનારી પ્રવૃત્તિઃ (કુd) | તો નાડમાર્યવાવ” (ભૂ....ર/./.99/9.રૂ૭૬) તિા. म ततश्चोपादानोपादेययोः कथञ्चिदभेदादेव कार्योत्पत्तिः सङ्गतिमङ्गतीति फलितम् । भोः ! भव्यात्मानः ! ( अनया रीत्या द्रव्य-गुण-पर्यायाः कक्षीकर्तव्या भवद्भिरिति भावः। प्रकृते “अथ घटस्य कारणव्यापारात् प्राक् सत्त्वे चाक्षुषं स्यादिति चेत् ? भवत्येव मृत्त्वेन रूपेण । क घटत्वेन स्यादिति चेत् ? વગેરેની ઉત્પત્તિ જોવા મળતી નથી તથા કોઈને પણ માન્ય નથી. વળી, સર્વથા અસત્કાર્યવાદનો સ્વીકાર કરવામાં આવે તો સર્વ કાર્યની સર્વ કારણોમાંથી ઉત્પત્તિ માન્ય કરવી પડે. તથા જો તેમ હોય તો નિયત કાર્ય-કારણભાવ પણ રહેશે નહિ. આ રીતે માનવામાં આવે તો શાલીના અંકુરની કામનાવાળો ખેડૂત શાલી (બાસમતી ચોખા)નું જ બીજ ગ્રહણ કરે તેવો નિયમ નહિ રહે. પણ તે ખેડૂત ગમે તેને ગ્રહણ કરશે. કેમ કે અસત્કાર્યવાદીના મતે તો સર્વત્ર કાર્યોત્પત્તિની પૂર્વે કાર્ય તો ઉપાદાનકારણમાં ગેરહાજર જ હોય છે. તો પછી શા માટે તે ખેડૂત શાલીબીજને જ ગ્રહણ કરે, રેતીને નહિ ? પરંતુ બુદ્ધિશાળી લોકો નિયત કાર્યને ઉત્પન્ન કરવા માટે ચોક્કસ પ્રકારના જ ઉપાદાનકારણ વગેરેને ગ્રહણ કરતા દેખાય છે. તેથી સર્વથા અસત્કાર્યવાદ માન્ય કરી શકાય તેમ નથી. તેથી ઉપાદાનકારણ અને કાર્ય વચ્ચે કથંચિત ની અભેદ સ્વીકારવા દ્વારા જ કાર્યોત્પત્તિ ઘટી શકશે - એવું ફલિત થાય છે. હે ભવ્ય જીવો ! તમે આ પદ્ધતિ મુજબ દ્રવ્ય-ગુણ-પર્યાયનો સ્વીકાર કરો. એવું ગ્રંથકારશ્રીનું અહીં તાત્પર્ય છે. A ચાદ્વાદરહસ્ય સંવાદનું તાત્પર્ય : (7) પ્રસ્તુતમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે રચેલ મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય નામના ગ્રંથમાં સત્કાર્યવાદ-અસત્કાર્યવાદની સમીક્ષા કરતા જૈન મત બતાવવાના અવસરે જે વાત કરેલી છે તે અત્યંત હૃદયંગમ છે. ત્યાં તેઓશ્રી નૈયાયિકની શંકાને આ પ્રમાણે જણાવે છે કે “કુંભાર આદિની પ્રવૃત્તિની પૂર્વે દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી ઘટ વિદ્યમાન જ હોય તો મૃતપિંડની સાથે ચક્ષુસંગ્નિકર્ષ થતાં ઘટનું ચાક્ષુષ પ્રત્યક્ષ થવું જોઈએ. કારણ કે વિષય વિદ્યમાન હોય અને ચક્ષુસંગ્નિકર્ષ આદિ સામગ્રી હાજર હોય તો વિષયનો ચાક્ષુષ આદિ સાક્ષાત્કાર થવો ન્યાયપ્રાપ્ત છે' - નૈયાયિકની આ શંકાનું નિવારણ કરવા માટે તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે કે – ચક્રભ્રમણ આદિ કુંભારપ્રવૃત્તિની પૂર્વે મૃદુરૂપે ઘટનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય જ છે. ‘યં મૃત-વાર્થ ઈત્યાદિરૂપે ઘટનું ચાક્ષુષ પ્રત્યક્ષ સર્વજનવિદિત જ છે. શંકા :- (દ.) “કુંભારની પ્રવૃત્તિની પૂર્વે ઘટનું મૃત્વસ્વરૂપે ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે, તેમ ઘટવરૂપે પણ ચાક્ષુષ પ્રત્યક્ષ થવું જોઈએ. કેમ કે ત્યારે પણ ઘટ તો દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી હાજર જ છે.” •..ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩)માં છે. * * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy