SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) शोच्यं सदेव यदमी स्पृहणीयवीर्य्यास्तेषां बुधाश्चषत किंकरतां प्रवान्ति ॥ ९५॥ ધર્મના સેવનથી જીવ રાજાઓનો પણ સ્વામી થાય છે, કે જેનું બળ પરાક્રમ સ્તુતિ કરવા ગ્ય હોય છે. એ વાત જગ પ્રસિદ્ધ છે. છતાં અજ્ઞાની મૂર્ખ જીવ લક્ષમીને અર્થે રાજાઓની સેવા-કિંકરપણું કરે છે તે જોઈ શક થાય છે કે–આમ પ્રત્યક્ષ ધર્મસેવનનું ફળ દેખવા છતાં જીવો ધર્મસેવા છોડી શું કરવા રાજસેવા કરતા હશે? - રાજ્યાદિ ઉત્કૃષ્ટપદ માત્ર ધર્મસેવનનું ફળ છે, એ વાત લેકમાં પણ પ્રસિદ્ધ છે. ધર્મસાધનની સર્વ સામગ્રી મળવાથી જ ધર્મસાધન થઈ શકે છે–પોતે પરાક્રમવંત, સમર્થ અને ધર્મફળ જાણવામાં ચતુર છે, છતાં રાજ્યાદિ અનુપમ વિભૂતિની પ્રાપ્તિના અનન્ય કારણરૂપ ધર્મને નહિ સાધતાં માત્ર ધનાદિ વિનાશિ વિભૂતિના લેભથી ધર્મને જતા કરીને પણ રાજા-મહારાજ આદિની સેવા કરે છે એ જોઈ શક થાય છે કે જે ધર્મના પસાયે આ રાજ્યાદિ વિભૂતિસંપન્ન થયે, તે ધર્મનું સેવન છેડી આ મૂર્ખ શાથી રાજસેવા કરી રહ્યો હશે? ધર્મ સેવન છેડી અન્ય કાર્ય કરવું એ શું આ સુઅવસરે ઉચિત છે? અરે ! ફરી આવું સાધન સામગ્રી સંપન્ન માનવપણું પામવું પરમ દુર્લભ છે, એ કેમ લક્ષમાં નહિ આવતું હોય? “વત્તર વર્ષrf-grળી જતુળો” "माणुसत्तं सुइ सद्धा संजमंम्मि य विरियं “મનુષ્યપણું, આમ ઉપદિષ્ઠિત શ્રતધર્મનું શ્રવણ, તે પ્રત્યે શ્રદ્ધા, અને અંતમાં સંયમને વિષે બળ પરાક્રમનું ખર્ચવું એ ઉત્તરોત્તર અતિ અતિ દુર્લભ છે. એમ જાણી ઉપરોક્ત ચાર પરમ મંગલમાંથી મળેલા મનુષ્યપણાને બાકીના ત્રણ પરમ મંગલથી અલંકૃત કરેશભા!” રાજપદ તે શું પણ તેથી ઉત્કૃષ્ટ અનુપમ લક્ષ્મીને હેતુભૂત ધર્મને પ્રાપ્ત કરવાની આ અપ્રાપ્ય મોસમમાં કુસકા (વિનાશિ વિભૂતિ) લેવા ભણી દેડી વ્યર્થ કાળ વ્યય કરે એ સુબુદ્ધિમાનને યોગ્ય નથી. રાજ્યાદિ વિનાશિ ચપળ વિભૂતિ તે ધર્મમાર્ગે પ્રયાણ કરતાં વચ્ચે વચ્ચે સહેજે આવી મળશે. એ તરફની અતિ ઘેલી આતુરતા છેડે. ધર્મનું સ્વરૂપ-ફળ-તથા તે માર્ગ, સૂત્રકાર દર્શાવે છે – यस्मिन्नस्ति स भूभृतो धृतमहावंशाः प्रदेशः परः प्रज्ञापारमिता धृतोमतिधना मूर्धाध्रियन्ते श्रियै ।
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy