________________
છે આ પરમારને નમઃ
શ્રીમદ્ ભગવદ્ગુણભદ્રાચાર્યવિરચિત આત્માનુશાસન
શ્રી જિનશાસન ગુરુ નમું, નાના વિધિ સુખકાર આત્મહિત ઉપદેશ દે, કરૂં મંગલાચાર મહા ધુરંધર સર્વ જિન, નિર્મમ સુખદ સદાય લાયક દાયક ઘર્મન, લક્ષણ લક્ષ સુહાય મહા જ્ઞાન-વૈરાગ્ય મય, નિજ પર શાસન જાણ સ્વ–પર પ્રકાશક બોધમય, શ્રી જિનશાસન ભાણ સુંદર ભદ્ર ગુણે કરી, દક્ષ સુજિન ઉપદેશરજનીવાસર તપ તપે, તે મેહ કલેશ શાસન આતમને કરે, હણે વિભાવ સુધીર વધે સદા ગુણ શ્રેણીયે, ઢળે સુઢાળે વીર વાવે સમ્યક બીજને, ધરે ન લેશ પ્રમાદ શામ-દામ-ચરણ ગુણે કરી, છોડે બીજે વાદ. રહત સદા નિજરૂપમાં, વાઘે દિન દિન વાન લાભ લહે નિજ ધર્મને, વંદુ ગુરુ ભગવાન. આચાર્ય કલ્પસમ ગુણનિધિ, ટોડરમલ સુદક્ષ કરી ટીકા હિંદી વિષે, જિન આજ્ઞા અનુલક્ષ તસુ આશયને અનુસરી, ગુર્જરભાષા માંહ્ય નિજ-પ આતમ હેતુ કહું, અન્ય ન હેતુ કાંઈ.