SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦) વૃદ્ધાવસ્થાની આવી વિકલ અવસ્થા જોઈ હે જીવ! હવે ત્યારે નિશ્ચિતપણે પ્રમાદી રહેવું એગ્ય નથી એમ શ્રી આચાર્ય નીચેના કાવ્ય દ્વારા સંધે છે – अश्रोत्रीव तिरस्कृता परतिरस्कारश्रुतीनां श्रुतिः चक्षुर्वीभितुमक्षमं तव दशां दृष्यामिवान्ध्यं गतम् । भीत्येवाभिमुखान्तकादतितरां कायोऽप्ययं कम्पते રિપત્ર કવિતામરડા નવાગારે ? પરકૃત નિદા–અપમાન અને તિરસ્કાર દર્શાવનારાં વચને નહિ સહન થવાથી તે નહિ સાંભળવા ઈચ્છતા એવા તારા કાન સાંભળવાની શક્તિથી રહિત થયાનારી આ નિંઘ પરવશ દશા પ્રત્યક્ષ જેવા તારાં નેત્ર અસમર્થ અર્થાત્ અધ દશાને પામ્યાં, તને અત્યંત પ્રિય એવું તારું શરીર પણ જાણે સન્મુખ આવી રહેલા કાળના ભયથી થર થર કંપે છે. એમ જરાથી કેવળ જીણું થઈ રહેલા અને અગ્નિથી બની રહેલા ઘર સમાન આ મનુષ્ય શરીરમાં હે જીવ! તું શું નિશ્ચળ થઈ બેઠે છે? મરણ તે સર્વ અવસ્થામાં આવી પહોંચે છે, તેથી જ ડાહ્યા પુરુષો આવા અલભ્ય માનવ જીવનમાં નીચા મને કરી બેસતા નથી પણ પરલેક હિતાર્થે નિરંતર પ્રવર્તે છે, તો પછી વૃદ્ધાવસ્થા આવ્યે જીવનની સ્થિરતાની શી આશા? એ સ્થિતિમાં તે મરણ નિશ્ચિત છે. વિષયાદિ ભેગના કારણરૂપ સર્વ ઇદ્રિય પણ શિથિલ થઈ રહી છે, તે પણ કેણુ જાણે શા કારણથી સંસારમાં રહેવાની આશાથી તે નિશ્ચિત થઈ રહ્યો છે! અમને તો લાગે છે કે ચારે તરફથી સળગતા મકાનમાં સપડાયલે મનુષ્ય બેભાનપણે નિશ્ચિત પ્રવર્તે તેમ તારી આ દશા જોઈ અમને ખેદ અને આશ્ચર્ય થાય છે. ભાઈ ! કંઈક આત્મકલ્યાણ ભણું ઉઘુક્ત થા! થા! હવે આખર સ્થિતિરૂપ એવી આ કેવળ અસાર વૃદ્ધાવસ્થામાં પણ તું શું મમત્વ કરી રહ્યો છે! શરીર રૂપ સળગતી ઝુંપડીમાં મળી રહેલા જીવને ગ્રંથકાર શિક્ષા આપે છે કે – ' . अतिपरिचितेष्ववज्ञा नवे भवेत्सीतिरिति हि जनवादः। त्वं किमिति मृषा कुरुषे दोषासक्तो गुणेष्वरतः ॥ ९२ ॥ - લાકમાં પ્રચલિત જનસ્વભાવ એક એ છે કે જેની સાથે ઘણ વખત સુધી પરિચય રહ્યો હોય તે પ્રત્યે હેજે જીવને અનાદર બુદ્ધિ
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy