SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) રવિકે ઉદ્યત અસ્ત હોત દિન દિન પ્રતિ, અંજુલાકે જીવન જ્યાં જીવન ઘટતુ હૈ, કાલકે ગ્રસત છીન છીન હેત છીન તન, ઔરકે ચલત માને કાઠસો કટતુ હૈ, એતે પરી મુરખ ન ખેાજૈ પરમાર, સ્વારથકે હેતુ ભ્રમ ભારત કટતુ હૈ. લફરે લેગની પગે પરી જોગની વિષે રસ ભેગનીસ નેક ન હટતુ હૈ. (ભાષા સમયસાર) વિધિએ જીવોની રક્ષાથે અનાદિ કાળથી ઘણે યત્ન કર્યો પણ તે રક્ષા કરી શકયા નહિ, એ વાત ગ્રંથકાર નીચેના કાવ્યથી કહે છે - क्षितिजलधिभिः संख्यातीतैर्बहिः पवनैत्रिभिः परिवृतमतः खेनाधस्तात् खलासुरनारकान । उपरि दिविजान्मध्ये कृत्वा नरान्विधिमंत्रिणा पतिरपि नृणां त्राता नैको ह्यलंध्यतमोऽन्तकः ॥ ७५ ॥ મનુષ્ય પ્રાણીની દુર્લભતા અને ઉત્તમતાને લઈને વિધિરૂપ મંત્રીએ તેની અનેક પ્રકારે રક્ષા કરી. દુષ્ટ પરિણામી નર્કના જીવને અધે ભાગમા રાખ્યા–દેને ઉર્ધ્વ ભાગમાં રાખ્યા–લેકની ચારે તરફ અનેક મહાન અલંધ્ય સમુદ્ર તથા તેની ચારે તરફ ઘનેદધિ, ઘન, અને તનુ એ નામના ત્રણ પવનથી વીંટી વિસ્તીર્ણ કોટ કરી રાખે–અને વચ્ચે પૂર્ણ જતનથી મનુષ્ય પ્રાણીને રાખ્યાં. આટલા આટલા વિધિના પૂર્ણ જાપ્તા છતાં પણ મનુષ્ય પ્રાણી મરણથી ન બચ્યાં. અહે ! યમરાજ અત્યંત અલંધ્ય છે. હે ભવ્ય ! ચિકાશ વિનાની રેતીની ઈમારત જેવા આ દેહની રક્ષા કરવાની વ્યર્થ ગડમથલ છોડીને કંઈક આત્મધર્મની રક્ષા કરવા ભણી ઉજમાલ થા. આત્મા સ્વયં સતઃ અવિનાશિ અશરીરિ છે. તેને શરીરિ કરવા ભણુને તારે પ્રયત્ન વ્યર્થ છે. શરીર ઉપરના મમત્વને લઇને નવાં નવાં શરીર ધારણ થઈ જાય છે, છતાં આત્મા તે કેવળ ચૈતન્યરૂપ અને શરીર તે કેવળ જડરૂપ ત્રણે કાળ વર્તે છે. હે ભાઈ! શરીરને આત્મા ન બની જાય-તેમ આત્માનું શરીર ન બની જાય–શું તું વસ્તુ સ્વભાવને
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy