________________
(૫૪)
રાગી છે, અને એટલે રાગ છે તેટલા તેઓ પણ દુઃખી છે. પણ મુનિજનેને તે પ્રત્યાખ્યાનાવરણી કષાયનો પણ અભાવ હોવાથી તેમને વિષયાનુરાગ જે કે મટી ગયા હોય છે, અર્થાત્ અત્યંત મંદપણુરૂપ અને તથારૂપ પ્રવૃત્તિના અભાવરૂપ ઉપશમ્યું હોય છે, તો પણ સ્વંજલન કષાયના ઉદયથી કિંચિત્ ધર્માનુરાગ પ્રવર્તે છે. એમ ઉપરની ભૂમિકાએ જીવ પ્રવેશ કરતો જાય છે, તેમ તેમ તે મહાપુરુષોને માત્ર વીતરાગભાવની વૃદ્ધિ વર્યા કરે છે. છઠ્ઠા ગુણસ્થાને વતા મુનિજનોને ધર્માનુરાગ પણ માત્ર વીતરાગભાવની વૃદ્ધિના કારણરૂપ હોય છે. ઉપર ઉપરની ભૂમિકાએ માત્ર આત્મચિંત્વનની વૃદ્ધિ અને વિશુદ્ધતા અનુભવાતી જાય છે.
વળી પ્રાયઃ મુનિજનોના જેવું શાસ્ત્ર જ્ઞાન પણ બીજાને ન હોય કે જેનું ફળ માત્ર વીતરાગતા જ છે. અજ્ઞાની જગવાસી જીવે કુકથા અને પરકથામાં આસક્ત હોવાથી તેમને વાસ્તવિક શાસ્ત્રાનુરાગ નથી. સમ્યકૂદષ્ટિ અવતિ તથા વતિ શ્રાવક છે કે શ્રી જિનવચનામૃતના અભ્યાસી તે છે, પરંતુ પરિગ્રહાદિના મમત્વ એગથી તેઓ અપકૃત છે, બહુશ્રુત નથી.
મુનિજનોના જેવી વાસ્તવીક દયા પણ બીજાને ન હોય. અજ્ઞાની સંસારી છે તે સદા નિર્દેયિ જ છે. અત્રત સમ્યક્દષ્ટિ ભાવે તે દયા પરિણમી છે, પરંતુ બહુ આરંભ પરિગ્રહાદિના વેગથી તેની ભાવદયા કાર્યપણે પરિણમતી નથી. અણુવ્રતિ શ્રાવકને અલ૫ આરંભ અને અલ્પ પરિગ્રહાદિના ગથી જે કે અ૫ હિંસા છે તથાપી ત્રસ જીવેની હિંસાનો તેમને અભાવ વર્તે છે. સ્થાવર જીવોની હિંસા તેમનાથી બન્યા કરતી હોવાથી તેઓ સર્વથા અહિંસક તો નથી જ. સર્વથા અહિંસા તે મુનિજનોને જ સંભવે છે અને તેથી જ તેઓ મહા દયાવાન ગણાય છે.
એકાંતવાદરૂપ ગાઢ અંધકારને હણવામાં તેઓની બુદ્ધિ સૂર્યપ્રભા સમાન છે. બાકી બીજા કઈ જગવાસી સંસારી જીવની એવી શુદ્ધ અને તીક્ષણ બુદ્ધિ પ્રકાશરૂપ નથી. સમ્યકણિ શ્રાવકની બુદ્ધિ એકાંતવાદરૂપ નિબીડ અંધકારથી રહિત અને સ્યાદવાદ શ્રદ્ધાનરૂપ પરિણમી છે, છતાં સ્વાવાદ શૈલીના આદ્ય ઉપદેષ્ટા તે મુનિજનો જ છે. ' વળી અંતકાળે સમ્યક પ્રકારે અનશનાદિ તપૂર્વક શરીર તજવા૨૫ સમાધિ મરણ જેવી ઉત્કૃષ્ટ આરાધના પ્રાચે મુનિજનેને હોય છે. અણુવ્રતિ શ્રાવકને મધ્યમ સમાધિમરણરૂપ આરાધના પ્રવર્તે છે. તથા અત્રત સમ્યફટષ્ટિ પુરુષોને જઘન્ય સમાધિમરણરૂપ આરાધના વર્તે છે. આડી મિથ્યાત્વ મૂછિત સર્વ સંસારી જીની આરાધના મોક્ષાર્થે નહિ