SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) ભાઈ! રેતીમાં તેલ અથવા વિષ પ્રાશનમાં જીવન વૃદ્ધિ એ ન મનવા ચેાગ્ય બનાવ કદાચ બની પણ જાય, પરંતુ એ અસિ, સિ, કૃષિ, અને વાણિજ્યાદિ પ્રવૃત્તિઓથી કાઇ દેશ કે કોઈ કાળમાં સુખની ઉત્પત્તિ નથી જ, કારણુ એ પ્રવૃત્તિઓના પ્રારંભમાં, મધ્યમાં, અને અતમાં અતિશય કલેષ અને ખેઢ સિવાય કશું નથી. એ આશારૂપ કુગ્રહ (ભૂત) તને અનાદિ કાળથી લાગ્યા છે, જેથી માજ સુધી તું વાસ્તવ્ય સુખને પામ્યા નથી. વળી એ આશારૂપ ગ્રહના નિગ્રહથીજ સુખ છે એ પરમ સત્ય તેં આજ સુધી જાણ્યું પણ નથી, અને તેથી જ અતિશય દુઃખરૂપ સંસાર પરિભ્રમણ તને રહ્યા કર્યું છે. સુખના વાસ્તવિક ઉપાય માત્ર જ્ઞાન સહિત સતાષ છે. ઠામ ઠામ જિનાગમમાં પણ એ આશાના નિગ્રહુને જ ઉપદેશ્યા છે. પણ તે વાત યથાર્થ પણે નહિ સમજવાથી જીવ વિપરીત ચેષ્ટા કર્યાં કરે છે. आज्ञाहुताशनग्रस्तवस्त्वर्थी (स्तुच्चैः) वंशजां जना: હા શિઐતિ (સ્વ) મુલાયાં ટુવષોષનોર (વિ) નઃ ॥૪॥ આશારૂપ અગ્નિનો અન્યો જીવ સંસારની જે જે વસ્તુઓમાં સુખની જીજ્ઞાસાથી મનને ભટકાવે છે, તે તે વસ્તુઓ વિનાશિક છે, વળી મનની વૃત્તિ પણ વિનાશિક છે. માત્ર નાશવાન પરિણતી નાશવાન પદાર્થ પાછળ ભટકે છે, એમાં કયું સુખ? સુખને અર્થે ભાગ સેવનરૂપ ઉપાય કેવળ વ્યર્થ છે. હાય ! હાય ! આ મહામેહમૂદ્ર જીવ કેવળ દુઃખના જ કારણેાને સુખરૂપ પ્રતીત કરી દુઃખને જ આમત્રે છે. તેની ઉપરક્ત કલ્પના આતાપની નિવૃત્તિ અર્થે વાંસના વનની છાયામાં એસવા જેવી વ્યર્થ છે. વાંસની છાયા જેમ આતાપ દુર કરી શકે નહિં, તેમ સંસારના ભાગ્ય પદાર્થાંની વાંચ્છા જીવને સુખી કરી શકે નહિં, પરંતુ વિવેક રહિત અને આશારૂપ ભયંકર અગ્નિનો બન્યા જીવ સુખના અથૅ કનક– કામીની આદિ નાશવાન પરવસ્તુનો અભિલાષી થઇ રહ્યો છે. આતાપ નિવૃત્તિ અર્થે વાંસના વનમાં બેઠેલા તે મનુષ્યને વાંસ પરસ્પર ઘસાઇ અગ્નિ સળગી ઉઠે તા વિશ્રાંતિ લેતાં મળીને ભસ્મ થવાના ભયંકર ભય છે, તેમ વિષયી જીવ વમાનમાં તૃષ્ણારૂપ અગ્નિના અન્ય અતિ ખેખિન્ન છે, પરંતુ આગામી ભવમાં પણ નર્ક નિગેાદાદિ માઠી ગતિને તે પ્રાપ્ત થાય છે. દુઃખનું મૂળ અને સુખનો નાશ કરનારા એ વિષયે જીવને કઇ પ્રકારે હિતકારક નથી. એ વિષયાદ્ધિ પ્રવૃત્તિ વાંસની છાયા સમાન વૃથા છે, ગ્રહણ કરવા ચેાગ્ય નથી, કેવળ ત્યાગ કરવા ચેાગ્ય છે.
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy