SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) હે ભવ્ય ! વિષ તુલ્ય અને કડવા એવા વિષયામાં તને શું સ્વાદ ભરાઈ રહ્યો છે ? કે જેથી તેનીજ તૃષ્ણારૂપ અતિ દુઃખને અનુભવતા એ વિષયાને હુંઢવામાં તારું અતિ મહાન નિજપદરૂપે અમૃત મલીન કરે છે! અને મનની સેવીકા જે ઈંદ્રિયો તેનો આજ્ઞાંકિત સેવક થઇ તું એજ વિષયોમાં પ્રવર્તે છે? પીત્તજવરવાળા જીવને જેમ વસ્તુસ્વાદ વિપરીત ભાસે તેમ વિષયાસક્તપણાને લઇને રાગરસથી તું વિપરીત સ્વાદુ બન્યા છે. વિષ સમાન એ વિષયેામાં હે ભાઈ ! શું સ્વાદ છે? નથી જ. પરંતુ તને તેમાં સ્વાદ ભાસે છે, અને તેને મનેાજ્ઞ જાણીને તીવ્ર વિષયાભિલાષથી મહા દુ:ખી થઈ તેને ઢવામાં તારું પરમ મહત્ત્વરૂપ અમૃત તું મલીન કરે છે. વિષયાભિલાષીની મહત્તા સČથા નષ્ટ થાય છે. આગળ હુવે કહે છે કે-હજી સુધી કાઇ પણ વસ્તુથી જેનું ચિત્ત નિવૃત્ત થયું નથી એવા તારી આગળ આ જગતમાંની કેઈ પણ વસ્તુ ખચવા પામી હેાય તે તે માત્ર ભક્ષણની અસમતાને લઈને જ વાસ્તવમાં તે તું સભક્ષી જ છેઃ अनिवृत्तेर्जगत्सर्वं मुखादवशिनष्टि यत् । तत्तस्याशक्तितो भोक्तुं वितनोर्भानुसोमवत् ॥ ३९ ॥ હું અસતેષી આત્મા ! સર્વ જગતની માયાને અગીકાર કરવાની અભિલાષારૂપ પરિણામથી તે તેં આ જગતમાં કઈ પણ છેડયું નથી. તારાથી જે કઈ બચવા પામ્યું હોય તેા તે તારી ભેગ કરવાની અશક્તિથી જ. જેમ રાહુથી ગળાતાં ચંદ્ર સૂર્ય ખચવા પામ્યા હાય તા તે માત્ર રાહુની અશક્તિથી જ. સર્વ જગતની વિભૂતિ અને ત્રણે લેાકની વિષય સામગ્રી આ એક જ જીવને પ્રાપ્ત થઈ જાય તેપણુ આ જીવ એટલે વિષયાસક્ત અને તૃષ્ણાતુર છે કે-તેની અનાદિ તૃષ્ણા કેમે કરી મટે નહિ. પરંતુ જે કાંઈ તેના ભાગથી બચવા પામે છે તે માત્ર ભાગવવાની અસમર્થતાથી જ મચે છે. દૈવયેાગથી જેના ચિત્તમાં આત્મકરુણા જાગ્રત થઇ છે, મેાક્ષલક્ષ્મીની અભિલાષાથી જે હિંસા માત્રની નિવૃત્તિ ઇચ્છે છે, તેણે ખાળ અવસ્થામાં જ એ પરિગ્રહાર્દિને સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે. એમ ગ્રંથકાર કહે છેઃ— साम्राज्यं कथमप्यवाप्य सुचिरात्संसारसारं पुन स्तत्यत्तचैव यदि क्षितीश्वरवराः प्राप्ताः श्रियं शाश्वतीम् ।
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy