SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) { રહિત કરે છે, તે બીજા પ્રાણીઓને મારવાની તે શી વાત પૂછવી ? અર્થાત્ આવા રંકમાં પણ રંક નિરપરાધી પ્રાણીને જે દુષ્ટ પ્રાણુવિહિન કરે તેની નિર્દયતાનું શું કથન કરવું? લૌકીકમાં રાજાદિ સમર્થ પુરુષોની એવી રીત છે કે–પિતાથી ભયવાન, અરક્ષ, દીન, નિરપરાધ, નિધન, દાંતમાં તૃણુ પકડી જે શરણે આવે છે, અને સ્ત્રી આદિ જીવને તેઓ કદી મારે નહિ, તેના પર હથિયાર પણ ઉગામે નહિ. ઉલટાં તેવાં નિર્બળ પ્રાણુઓને શરણે રાખે. અનાથ, અશરણ અને દીન જીની હત્યા પુરુષાર્થસંપન્ન પુરુષ તે ન જ કરે. નાસવા, ભાગવા કે છુપાવા સિવાય પોતાના રક્ષણ માટે જે પ્રાણી બીજે કાંઈ ઉપાય જ કરી શકતું નથી તેવાં અનાથ અને દીન પ્રાણુઓને હણવામાં પિતાનો જરાય પુરુષાર્થ સમજતા નથી, પણ તેમનું રક્ષણ કરવામાં જ પિતાને પુરુષાર્થ સમજે છે. એ હરિણુ આદિ પ્રાણીઓમાં તો અનાથપણું, અશરણુપણું, દીનપણું, નિરપરાધપણું, નિર્માનીપણું, ભયવાનપણું, નિબળપણું, અને નિઃશસ્ત્રપણું એ આદિ અનેક પ્રકારની દીનતા પ્રત્યક્ષ દેખાય છે, તેવાં પ્રાણુઓને એ શિકાર ખેલવાવાળા મૂર્ખ અને ઘાતકી મનુષ્ય પોતાના ઘડીભરના ક્ષણિક કુતૂહલને અથે હણે છે, તે તેઓ બીજા પ્રાણીઓની શી દયા કરી શકવાના હતા? શિકારી મનુષ્ય મહા નિર્દયી અને પાપી જ છે. એ પ્રકારે વિચારે નિર્મળ કરી હિંસા ત્યાગ કરી, અહિંસક વ્રતમાં જીવે દઢ રહેવું એગ્ય છે. હવે જૂઠ તથા ચોરીના ત્યાગરૂપ વ્રતમાં દઢતા કરાવે છે – पैशून्यदैन्यदम्भस्तेयानृतपातकादिपरिहारात् । लोकद्वयहितमञ्जय धर्मार्थयशःसुखायार्थम् ॥ ३०॥ ચુગલી, દીનતા, કપટ, ચોરી, જૂઠ, આદિ પાપકાને ત્યાગ કરવાથી આલોક અને પરલોકમાં જીવને સુખ થાય છે, તો હે ભવ્ય! તું ધર્મ, યશ, સુખ અને લાભને અર્થે બંને લેકમાં હિતકારી એવા (પાપકાનો ત્યાગ કરવારૂપ) પુણ્યનો સંચય કર. જૂઠ અને ચેરીગર્ભિત એવાં એ દુષ્ટપણું, દીનતા, ઠગપણું, ચેરી, અસત્યભાષણ આદિ નિધકાર્યો મહા પાપરૂપ છે, માટે તેને ત્યાગ કરે એ અવશ્ય ઉચિત છે. એ મહા પાતકને ત્યાગ આલોક અને પરલોકમાં જીવને પરમ હિતકારી છે. તેના ત્યાગથી અણુવ્રત પણ મહાવ્રતરૂપ ધર્મને પ્રાપ્ત થાય છે. વળી લેકમાં પોતાના માટે વિશ્વાસ ઉત્પન્ન થાય છે, કે જે વિશ્વાસ તેને ધન ઉપાર્જનનું પણ નિમિત્ત બને
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy