SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪) જાજ્વલ્યમાનપણે સળગી રહી છે. કયાંથી તેને પકડવી? આ ખુણેથી નીકળી આ ખુણે ભરાય. અતત્વશ્રદ્ધાનરૂપ અંતઃકરણ એ એનું અનાદિ સ્થાન છે. અને શરીરાદિ જગતના સર્વ ચિત્ર વિચિત્ર પદાર્થો તેને આધારરૂપ છે. કહે હવે એને કયા સ્થાનેથી પકડવી? પાછી વાળવી? વળી શુદ્ધાત્મદશાને સંસારપરિણામી જીવોને કદી અનુભવ નથી. તેથી નિજ અનુભવમાં વર્તિ રહેલા તે તે સર્વ પરભાવને ભ્રાંતિથી આત્મા વા આત્મલક્ષણ સમજે છે. એ વિષયઆશા તથા આત્મા ઉભયના પરસ્પર દુર્લક્ષ ભેદને જ્યાં સુધી ગુરુગમે કરીને વાસ્તવિકપણે સમજવામાં ન આવે ત્યાં સુધી અધવચ થાકી જઈ પિતાની બુદ્ધિને આત્મપ્રાપ્તિના સત્યેન્દ્રમાંથી જેમણે જરા પણ હટાવી નથી, પરંતુ ઉલટા જેઓ વિશેષ વિશેષ ધર્યને ધારણ કરી આત્મપ્રાપ્તિને અર્થે અવિશ્રાંત પરિષહને સહન કરે છે. તે જ કર્તવ્યનિષ્ઠ પુરુષ અંતે શુદ્ધાત્મદશાને પામી શાશ્વત પરમાનંદદશામાં તલ્લીન થાય છે, તેમની ચરણરજ મારા અંતઃકરણને પવિત્ર કરો ! यत्प्राग्जन्मनि संचितं तनुभृता कर्माशुभं वा शुभं तदैवं तदुदीरणादनुभवन् दुखं सुखं वागतम् । कुर्याद्यः शुभमेव सोऽप्यभिमतो यस्तूभयोच्छित्तये सर्वारम्भपरिग्रहग्रहपरित्यागी स वन्द्यः सताम् ॥ २६२॥ બાહ્ય વૃત્તિઓને નિરોધ કરી જે મહાપુરુષે કર્મફળને વેદે છે તેમના ઉજજવળ પરિણામ વિશેષની ગ્રંથકાર પ્રશંસા કરે છે – પૂર્વે ઉપાર્જન કર્યા એવાં એ શુભાશુભ કર્મો એનું જ નામ દૈવ છે, અને તેની પ્રેરણાથી (ઉદયથી) જીવ જગતમાં સુખ દુઃખને વેદે છે. શુભાશુભ દેવામાં અશુભને તજી જે જીવ શુભને આદરે છે તે જગતમાં ભલે છે. પરંતુ જે ચેગિશ્વર શુભાશુભ બંનેને વિનાશ કરવા અથે સર્વ આરંભ પરિગ્રહરૂપી દુષ્ટ ગ્રહને સર્વથા પરિત્યાગ કરે છે તે મહાપુરુષ પુરુષને પણ વંદનીય છે. શુભાશુભ કર્મ પુદગલનો સંચય એ જ પ્રબળ દેવ છે, તેના ઉદયથી આત્મપરિણુમમાં તીવ્ર ઉદ્રેક ઉત્પન્ન થઈ સુખ દુઃખને અનુભવ થાય છે. સામાન્ય બાળ જી એ શુભાશુભ દૈવના ઉદય કાળે તે સુખ દુઃખરૂપ પરિણામમાં તદ્રુપ બની જાય છે. પિતાનું સર્વ શ્રેષ્ઠ વાસ્તવિક કર્તવ્ય ભૂલી જઈ એ શુભાશુભ ઉદયજન્ય સુખદુઃખપણુરૂપ ભાવના જેમાં તેમાં કરી બેસે છે. શુભ દૈવના ઉદય કાળે વિષયાનંદપણામાં લીન
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy