SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ (રર) સહજ શુદ્ધ સ્વાભાવિક અનંત લબ્ધિના નિરાબાધ અવિચ્છિન્ન ઉપભેગને વિઘાતક હતી, તેને તે પ્રયત્નપૂર્વક હઠાવવામાં સુખ સમજતે હોય, ત્યાં સર્વ ઈષ્ટ સંગના વિચ્છેદમાં કે અનિષ્ટ સંગની પ્રાપ્તિમાં તેને હર્ષ શેક કયાંથી વતે? ઉપરોક્ત ભાવનાના બળે મુનિજન નિરંતર સર્વ ઈષ્ટનિષ્ટ સંગ કાળે પણ હર્ષ-શોક રહિત સસુખને જ અનુભવે છે. સમત્વ શ્રેણીમાં જ સ્થિત છે. તે મુનિજને કર્મોદય કાળે પણ શરીરથી ભિન્ન થવારૂપ દષ્ટિને વિશેષ સાધ્ય કરે છે. एकाकित्वप्रतिज्ञाः सकलमपि समुत्सृज्य सर्व सहत्वात् भ्रान्त्याचिन्त्याः सहायं तनुमिव सहसालोच्य किंचित्सलज्जाः। सज्जीभूताः स्वकार्ये तदपगमविधि बद्धपल्यङ्कबन्धाः ध्यायन्ति ध्वस्तमोहा गिरिगहनगुहा गुह्यगेहे नृसिंहाः ॥ २५८ ॥ નરમાં સિંહ સમાન તે મુનિજને પર્વતની ગહન ગુફા, વન અને એવા કેઈ એકાંત સ્થાનમાં આત્મસ્વરૂપને ચિંતવે છે. વળી નાશ કર્યો છે મેહ જેમણે તથા એકાકિ નિવાસરૂપ પ્રતિજ્ઞા છે જેમને એવા તે મુનિજને પિતાપણે મનાતા સર્વ પર પદાર્થો અને સર્વ પરભાવેને પરિત્યાગ કરી વિષમ પરિષહે સહન કરે છે. આ જડ શરીર મારું વાસ્તવ્યપણે શું સહાયી છે? અરે! આજસુધી ભ્રાંતિથી હું એને સહાયક માનતા હતા, પરંતુ ખરેખર તે ચૈતન્યને કિંચિત્ પણ સહાયક નથી. કેઈ કર્મોદયવશાત્ જ્યારે જ્યારે તે જડ શરીર આત્માને સહાયકપણે મનાતુ કે તત્કાલ તેઓ લજજાને પ્રાપ્ત થતા હતા. શરીર એ કઈ પ્રકારે આત્માને સહાયક નથી, એવું સમ્યપણે વિચારી સ્વકાર્ય સાધ્ય કરવા ઉદ્યમી થતા પર્યકાસન બાંધી માત્ર નિજ વિશુદ્ધ સ્વરૂપનું તેઓ ધ્યાન કરે છે, શરીર રહિત થવાની વાસ્તવિક વિધિને વિચાર કરે છે કે જેથી ફરી એ શરીરને ઉદ્દભવ જ થાય નહિ. | સર્વ સંસાર પરિણમી છને શરીર પ્રત્યે અનાદિ મમત્વ વર્તે છે, અને તેથી જ તેઓ ફરી ફરી શરીર ધારણપણું કર્યા કરે છે. પરંતુ વાસ્તવ્ય આત્મબંધ થતાં મહાપુરુષ એ શરીરને નિરાદર-ઉપેક્ષિત દષ્ટિએ જુએ છે. જેથી પુનઃ શરીર પ્રાપ્ત નહિ થતાં તેઓ પરમ અવ્યાબાધ. આત્મપદને પ્રાપ્ત થાય છે. . :
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy