SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ મોક્ષ સુખમાં પરમ વિદનભુત છે. મહાન તપસ્વિ, પરમ વિવેકી અને અતિ બળવાન એ બાહુબલી જેવા પુરુષને પણું એ સૂક્ષ્મ માનના ઉદયે એક વર્ષ જેટલા લાંબા કાળ પર્યત નિરાવરણ આત્મસુખ અખંડિતપણે અનુભવવા દીધું નહિ. તો પછી અન્ય અલ૫ શક્તિ ધારક જ માનને સેવી કયાંથી મેક્ષ લક્ષ્મીને વરે? મોક્ષ સુખપ્રાપ્તિમાં માન એ પ્રબળ અંતરાય રૂપ છે. જેઓ આત્માના વાસ્તવિક ગુણેની ડીક પણ મહત્તા યથાર્થપણે જાણે છે, તેઓ સ્વલ્પ પણ માન સેવતા નથી. सत्यं वाचिमतौ श्रुतं हृदि दया शौर्य भुजे विक्रमो लक्ष्मि नमनूनमर्थिनिचये मार्गे गतिनिर्दृते । येषा पागजनीह तेपि निरहङ्काराः श्रुते !चराश्चितं संप्रति लेशतोऽपि न गुणास्तेषां तथाप्युद्धताः ॥२१८॥ હે ભવ્ય! પુર્વ કાળમાં એવા ઘણાચ સત્પરુ થઈ ગયા છે કેજેમના વચનમાં સત્ય, બુદ્ધિમાં શાસ્ત્ર, હૃદયમાં દયા, ભુજામાં શૈર્ય, નિરંતર વસી રહ્યાં હતાં. વળી યાચક સમુહને તૃપ્ત થતાં સુધી અખલીત પણે જેઓ દાન વર્ષાવી રહ્યા હતા, તથા જેઓ કલ્યાણ માર્ગના સતત અનુગામી હતા. અને એવા મહ૬ ગુણવાન હોવા છતાં તેમનામાં અહંકારને લેશ પણ સંકર્પ નહે. એ મહાન પુરુષની અપેક્ષા આ કળીકાળમાં જેમનામાં તેઓમાંને લેશ પણ ગુણ નહિ હેવા છતાં પિતાને ગુણું મનાવી અતિ ઉદ્ધતતાને પામી રહ્યા છે, એ આશ્ચર્ય છે.. ગર્વ કર એ જ જુઠ છે, કારણુ જગતમાં કેનાથી ગર્વ કરે? એક એકથી અધીક ઘણું વસ્તુઓ છે. સાંભળઃ वसति भुवि समस्तं सापि संधारितान्यैरुदरमुपनिविष्ठा सा च तेचापरस्य । तदपि किल परेषां ज्ञानकोणे निलीनं वहति कथमिहान्यो गर्वमात्माधिकेषु ॥ २१९ ॥ જે પૃથ્વી ઉપર સર્વ ચર–અચર ચેતન–અચેતન પદાર્થો વાસ કરી રહ્યા છે તે પૃથ્વી ઘનેદધિ, ઘન, અને તનુ વાતવલયના આધારે છે. તથા એ ત્રણે વાતવલય મહાન આકાશના ઉદરમાં એક બિંદુ સમાન સ્થાનમાં સમાઈ રહ્યા છે, તથા એ અનંત આકાશ ભગવાન કેવળીના જ્ઞાનના એક અંશ માત્રમાં વસી રહ્યું છે-પ્રકાશી રહ્યું છે. એમ જગતમાં
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy