________________
(૧૮૭)
વળી ઘણું જ સ્વકષાય જય કરવા ભણી કેવળ દુર્લભય રહી માત્ર બાહાતપ કરવામાં જ ધર્મ સમજી પ્રવર્તી રહ્યા છે. તેમને ગ્રંથકાર સમજાવે છે કે હે ભો! તમે કષાય જય કરવા ભણી સતત્ જાગ્રત સહે. સકષાયીપણે તમે જે જે તપાદિ પ્રવૃત્તિ કરશે તે તે માત્ર સંસાર છે તથા ભાવિ સંસારનું કારણ છે.
પૂર્વે કષાયવશ થઈ ઘણા ઘણા વિકર તપ આચરનાર પુરુષોએ સહજમાત્રમાં પિતાનાં અણુમૂલાં ચારિત્ર-રત્નને ધૂળ ભેગાં કરી નાખ્યાં છે. માટે કષાય એ જ જીવન ભયંકર અપરાધ છે. તેને વશ ન થવું એ જ ઉચિત છે. જીવ એ સ્વામી છે. અને કષાય તેના અપરાધી (ગુનહેગાર) છે. અપરાધીને વશ થવું સ્વામિને શેભતું નથી.
હે મુનિ! જ્યાં સુધી તું એ અનાદિ કષાયરૂપ વેરીને નહિ તે ત્યાં સુધી મોક્ષના કારણુરૂપ ઉત્તમ ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ તને અત્યંત દુર્લભ છે. સાંભળઃ–
' , हृदयसरसि यावनिर्मलेप्यत्यगाधे वसति खलु कषायग्राहचकं समन्तात् । श्रपति गुणगणोऽयं तन्न तावद्विशङकं
समदमयमविशेषैस्तान् विजेतुं यतस्व ॥ २१३ ॥ જ્યાં સુધી તારા નિર્મળ અને અગાધ હૃદય સરેવર વિષે કષાયરૂપી લુટારાઓને સમૂહ રહે છે, ત્યાં સુધી તારા એ હદય સરેવરમાં સદગુણેને સમુહ કદી પણ પ્રવેશ કરી શકશે નહિ. હવે તે તું શમ દમ યમાદિ સાધન વડે એ અનાદિ કષાયરૂપ લુટારાઓને જીતવાને કાંઈક યત્ન કર! શાંત પરિણામ તે શમ, ઇન્દ્રિયને દમન કરવી-વિષય સન્મુખ થતાં રેકવી તે દમ, તથા હિંસા, ચોરી, જુઠ, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહ લુબ્ધતાને નિરોધ તે યમ કહેવાય છે.
જ્યાં સુધી તારા હૃદયમાં એ અનાદિ કષાય વૈરીને સંચારમાત્ર પણ રહેશે ત્યાં સુધી શમ–દમાદિ ઉત્તમ ગુણે તારાથી લેશ માત્ર પણ અંગીકાર થઈ શકશે નહિ. માટે હે આત્મન ! તારા પિતાના શ્રેયને અર્થે પણ એ અનાદિ કષાય વૈરીને નિમૅલ કરવા તે અપ્રમત થા. - કષાય આધિન પુરુષોની હાંસી કરતાં ગ્રંથકાર કહે છે કે –
हित्वा हेतुफले किलात्र सुधियस्तां सिद्धिमामुत्रिकी वांच्छंतः स्वयमेव साधनतया शंसन्ति शान्तं मनः ।