________________
(૧૭૧)
स्वहितनिरतः साक्षादोषं समीक्ष्य भवे भवे विषयविषवद्यासाभ्यासं कथं कुरुते बुधः ॥ १९२ ॥
જગતમાં અજ્ઞાની મનુષ્ય પણ પિતાને અહિતકારી વસ્તુઓમાં પ્રેમ ધરાવતાં નથી. જે વિષય ભેગાદિમાં ફસાઈ રહ્યા છે; તેવા વિષયાદિમાં ફસાઈ રહેલા મનુષ્ય પણ જે વસ્તુઓને અહિતકર સમજે છે તેને તુરત જ છોડી દે છે. જુઓ, સ્ત્રી એ તેમને અત્યંત પ્રિય વસ્તુ છે, પણ જે એક વખત જાણવામાં આવે કે આ સ્ત્રી મને છેડી કે અન્યને ચાહે છે, અન્યથી રમે છે, તો તે જ વખતે તેને તે છેડી દે છે. પણ તું તે વિષયની ભયંકરતા સાક્ષાત અનુભવ કરી ચૂક્યો છે, એકવાર નહિ પણ વારંવાર અનેક ભવમાં એ જ કડે અનુભવ કરતું આવ્યું છે, પણ તેથી તે કેમ વિરક્તચિત્ત થતો નથી? ભજનમાં વિષ છે એમ માલૂમ પડયા પછી કયે વિવેકી મનુષ્ય તેને ગ્રહણ કરે! વિષયો એ વિષથી પણ ભયંકર દુખપ્રદ છે, છતાં તું એ જ વિષયકુંદમાં પડવા ઈચછે છે. સાંભળઃ–
आत्मनात्मविलोपनात्मचरितरौसीदुरात्मा चिरं स्वात्मास्याः सकलात्मनीनचरितैरात्मीकृतैरात्मनः । आत्मेत्यां परमात्मतां प्रतिपतन्प्रत्यात्मविद्यात्मकः स्वात्मोऽत्थात्मसुखो निषीदसि लसन्नध्यात्ममध्यात्मना ।। १९३॥
હે આત્મન ! આત્મબંધને વિનાશ કરવાવાળા એ વિષયકષાયાદિમાં પ્રવૃત થઈ તે અનંત કાળથી દુરાચારી બની રહ્યો છે. અગર આત્મકલ્યાણને સાધ્ય કરવાવાળા સમ્યજ્ઞાન વૈરાગ્યાદિને પ્રીતિપૂર્વક અંગીકાર કરે તે તું અંતરાત્મદશાને પ્રાપ્ત થઈ પરમામદશારૂપ સ્વસ્વરૂપને પામી સહજ સ્વાભાવિક પરમ અતીંદ્રિય શુદ્ધાત્મસ્વભાવરૂપ શાશ્વત્ સુખને પામીશ કે જે સુખ અન્ય અવલંબનોથી રહિત–સ્વાધીન છે.
હે જીવ! તને તારા સ્વરૂપને પણ એ વિષય કષાયાદિ ગે કરીને બોધ નથી, કે હું કોણ છું? કેમ પ્રવર્તે છું? હવે તે કંઈક એવી રીતે પ્રવર્ત કે જેથી તે વાસ્તવિક સુખી થાય, અને તને તારા યથાર્થ સ્વરૂપની ઓળખ થાય. જ્યાં સુધી બહિરાત્મદશા વતે છે, ત્યાં સુધી તે વિષય કષાયાદિમાં અનુરકત થઈ દુશ્ચારિત્રી બની રહ્યો છે. પરંતુ સર્વ કલ્યાણદાતા એવા સમ્યકજ્ઞાન વૈરાગ્યાદિને પ્રીતિ સહિત સેવન કરે તે તું અંતરાત્મદશાને પામી પરમાત્મ પદને અનુભવી થાય.