SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૩) સંભવે? જીવાદિ પદાર્થોના યથાર્થ નિશ્ચય વિના જગતના સ્થાવર જગમાદિ સર્વ ચર અચર પદાર્થો ઈષ્ટ અનિષ્ટરૂપ ભાસ્યા કરે છે. પર પદાર્થો પ્રત્યેની ઈચ્છાનિષ્ટ ભાવના એ જ રાગદ્વેષ છે. તે વાસ્તવિક પદાર્થ શ્રદ્ધાન વિના કયાંથી ટળે? પ્રથમ સમ્યકજ્ઞાન દ્વારા પદાર્થને યથાર્થ નિશ્ચય પામી રાગદ્વેષને મંદ કરી કેઈ એક સપદાર્થને યથાર્થપણે ધ્યાવતાં જીવ અન્ય સર્વ ચિંત્વનને રેકી વાસ્તવિક ધ્યાનાવસ્થાને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષ ધ્યાનાવસ્થા પહેલાં કયાંથી મંદપણને કે વિનાશપણને પામે? ( ઉત્તર ) સંસારનાં કારણરૂપ કર્મ ઉપાર્જવામાં રાગદ્વેષ કારણરૂપ છે. અને ચિત્તની અતિશય ચંચળતા પણ એના અસ્તિત્વમાં જ થાય છે. રાગદ્વેષની માત્રા અમુક અંશે મંદપણાને પામ્યા વિના ધ્યાનમાં વાસ્તવિક સ્થિરતા થતી જ નથી. અર્થાત ધ્યાનમુદ્રા માત્ર નાટય પ્રવેગ જેવી જ પ્રવર્તે છે. તેથી ધ્યાનમુદ્રા ધારણ કરતાં પહેલાં અપ્રમાણિક રાગદ્વેષના ઉભરા કે અતિ તીવ્રપણે પ્રવર્તતો રાગદ્વેષ પુરુષાર્થપૂર્વક સસમાગમગે મંદપણને પમાડે પરમ આવશ્યક છે. અને તે જ ધ્યાતાનું ચિત્ત નિર્ધારિત દયેય પ્રત્યે સ્થિર થાય છે. ચિત્તની એવી સમ્યસ્થિરતા કે શુદ્ધાત્મવેદી વીતરાગ પુરુષના ચરણકમળની યથાવત્ વિનાપાસના વા તેની વિશુદ્ધ આશ્રય ભાવના વિના થતી નથી. મેહી છે જે પદાર્થને દેખે છે તેમાં તુરત જ તેમની પરિણતિ પ્રીતિ અપ્રીતિપણાને પામી જાય છે. અને મેહના ચગડોળે ચઢેલા આત્મવીર્યની ચંચળપણના એ આત્મપ્રદેશથી નિકટવતી કામણ વર્ગણુઓ કર્મત્વપણને અર્થાત્ કઈ તથારૂપ શુભાશુભ ભાવને ધારણ કરી આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરવત્ તત્કાલ નિબદ્ધ થાય છે. એ વાત ગ્રંથકાર નીચેના પ્લેકથી પ્રતિપાદન કરે છે. वेष्टनोद्वेष्टने यावत्तावद् भ्रान्तिर्भवार्णवे । आवृत्तिपरिवृत्तिभ्यां जन्तोमन्थानुकारिणः ॥ १७८ ॥ કેઇપણ વસ્તુને અપનાવવી અથવા પિતાની તરફ ખેંચવી તેને આવૃત્તિ કહે છે. તથા કેઈપણ વસ્તુને દૂર કરવી અથવા મનને તેથી હઠાવવું તેને પરિવૃત્તિ કહે છે. પ્રથમના પ્રકારને રાગ કહે છે, અને બીજા પ્રકારને દ્વેષ કહે છે. એ બંને પ્રકારના રાગદ્વેષ સમ્યકપ્રકારે જ્યાં સુધી
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy