________________
(૧૪૪) ક્ષણ માત્ર પણ છોડી પ્રમાદી થાય છે તે તત્કાલ સાધુત્વપણાથી પતિત થાય છે. એટલા જ માટે શ્રી જિને સાધુઓને શાસ્ત્રાભ્યાસમાં નિરંતર પ્રવર્તવાનું ઉપદેશ્ય છે. શ્રુતજ્ઞાનમાં ઉપયોગને લગાવી શું ચિંતન કરે ? तदेव तदतां प्राप्नुवन्न विरंस्यति । इति विश्वमनाद्यन्तं चिन्तयेद्विश्ववित् सदा ।। १७१॥
જગતના સર્વ પદાર્થો કઈ એક ઈષ્ટ સ્વરૂપની મુખ્યતાથી તે તે મુખ્ય સ્વરૂપને ધારણ કરી રહ્યા છે, તો પણ તે કેવળ એવા જ છે એમ નથી, અન્ય સ્વરૂપની અપેક્ષાએ અન્ય પ્રકારના પણ છે. જેમ કેઈ પદાથે તેની વિશેષ અવસ્થાની તરફ લક્ષ આપતાં પ્રતિક્ષણુ નાશવાન સ્વભાવવાળે દેખાય છે, પરંતુ તે જ પદાર્થ તેના સામાન્ય ધમેં જોતાં સદા અવિનશ્વર જણાય છે. તેથી સ્પષ્ટ સિદ્ધિ છે કે જગતના સર્વ પદાર્થો સામાન્યતયા તત્ અતત્ સ્વરૂપી છે. અને એથી જ જગતના સર્વ પદાર્થો અનાદિ અનંતપણુથી પ્રવર્તી રહ્યા છે. પરંતુ કેવળ વિનાશ યુક્ત એક પણું પદાર્થ નથી. એમ વિશ્વના સમસ્ત પદાર્થોને જ્ઞાની પુરુષ સાપેક્ષપણે નિરંતર ચિત્ન કરે છે. એમ વસ્તુ સ્વરૂપને ચિંત્વન કરતાં કરતાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ ઉપલબ્ધ થઈ સર્વ શ્રમ ટળી શુદ્ધ સમ્યકદર્શન ગુણની નિષ્પત્તિ થાય છે. જે વડે આત્મા અંતે વાસ્તવ્ય સુખને પ્રાપ્ત થાય છે.
એક જ પદાર્થ એક જ સમયે તત્ અતત્ સ્વરૂપ કેમ ઘટે? શ્રી આચાર્ય તેનું સમાધાન કરે છે -
एकमेकक्षणे सिद्धं ध्रौव्योत्पत्तिव्ययात्मकम् ।
अबाधितान्यतत्प्रत्ययान्यथानुपपत्तितः ॥ १७२ ॥
એક જ વસ્તુ એક સમયમાં ઉત્પાદ (ઉત્પન્ન થવું) વ્યય (નાશ થ) અને દૈવ્ય (સ્વસ્થિતિમાં રહેવું) સ્વરૂપ સાધ્ય થઈ શકે તેમ છે. કારણું અગર એમ ન હોય તે એક જ વસ્તુમાં પ્રત્યક્ષાદિ પ્રમાણેથી અખંડિત એવી બે વિરૂદ્ધ પ્રતીતિઓ કે-“આ અન્ય છે અને આ તે જ છે.” એમ કયાંથી ભાસે?
કઈ એકાદ વસ્તુ તમે , તે પરસ્પર પૂર્વ ઊત્તર કાળવત પરિસ્થિતિના ફેરફારથી એક બીજા સમયથી ભેદ યુક્ત ભાસશે. વળી તે જ પદાર્થ સામાન્ય દૃષ્ટિએ જોતાં એક સરખે અને અભેદ ભાસશે તેથી માનવું પડશે કે પદાર્થની પરસ્પર સમયવતી જુદાઈ વડે પદાર્થ