________________
(૧૩૭) ઉત્તર–ઈર્ષા પૂર્વક ષ બુદ્ધિથી બીજાને ઉતારી પાડવાના દુરાશયથી કેઈની પણ નિંદા કરવી એગ્ય નથી. પરંતુ દેશને છોડાવવાના હેતુ પુરસર દેષને દર્શાવતાં નિંદા ગણાય નહિ. શાસ્ત્રમાં પણ પાપી જવાની નિંદા કરી અન્યને પાપથી હાર્યા છે. અને તેમ થવું એ કાંઈ દોષ નથી કારણ તેમ કરવામાં આશય દૂષિત નથી.
त्यजतु तपसे चक्रं चक्री यतस्तपसः फलं सुखमनुपमं स्वोत्थं नित्यं ततो न तदद्भुतम् । इदमिह महच्चित्रं यत्तद्विषं विषयात्मकं पूनरपि सुधीस्त्यक्तं भोक्तुं जहाति महत्तपः ॥ १६५॥ સમ્યક્ પ્રકારે સેવેલા તપનું વાસ્તવિક ફળ અનુપમ આત્મજન્ય શાશ્વત્ અને નિરાબાધ સુખ છે. તેવા પરમોત્કૃષ્ટ સુખ પ્રાપ્તિના કારણે ચક્રવર્તિ મહારાજા પ્રાપ્ત ચક્રવર્તિપદ છેડી દે તો એમાં કઈ મેટું આશ્ચર્ય નથી. પણ મહદ આશ્ચર્ય તો એ છે કે–સુબુદ્ધિમાન પુરુષ પણ છેડેલા વિષયરૂપી વિષને ફરી ભેગવવા અર્થે સમ્યક્ તપરૂપી પરમ નિધાનને તજી દે છે.
જે સુખ ચક્રવતપણમાં નથી પ્રાપ્ત થતું તે સુખ સમ્યક તપ આચરવાથી સહેજે આત્મામાં અનુભવાય છે. સમ્યક્ તપના ફળની જગતમાં કેઈ ઉપમા જ નથી. જે સુખ શાશ્વત, સ્વાધીન, અબાધિત, અને આત્માને અપ્રતિબંધક છે; તે સુખ જે તપથી પ્રાપ્ત થાય છે તે તપના સર્વોત્કૃષ્ટ મહાભ્યને શું વર્ણન કરીએ? એ અનુપમેય અવ્યાબાધ સુખને અર્થે એક તે નહિ પણ સેંકડો ચક્રવર્તિપણુની સંપદા એક સાથ છોડે તેપણું તે કઈ મોટી વાત નથી; કારણ એ ચક્રવર્તીપણુની સંપદા પણ પરાધીન અને અંતે નાશવાન છે. સવિવેકવાન જીવ એ ચક્રવતિપણાની સંપદા પામીને પણ આત્મીય અવિનાશી સુખને અર્થે છોડે તેમાં શું આશ્ચર્ય છે? કારણ તેને શુદ્ધ આત્મિય અનુપમેય શાશ્વત્ સુખની મહત્તા તથા દુર્લભતા સમજાઈ છે. જગતમાં પણ જોવામાં આવે છે કે ઘણું સુખની અશામાં પિતાને પ્રતિ કિચિત સુખ કેટલાક જી રાજી થતાં થતાં છોડે છે.
આય તો એ છે કે દુઃખના કારણરૂપ વિષમ વિષને છેડીને પણ તે જ વિષ ફરી ભેગવવા ઈચ્છા કરવી. વિષ તુલ્ય વિષયને દુઃખકારક સમજીને પણ તેને છોડી સર્વોત્કૃષ્ટ જગતપૂજ્ય તપ અંગીકાર કરી ભેગની આશામાં ફરીથી તે તપને છેડી દેવું એ ઓછું આશ્ચર્યકારક