SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) સહિત તેમાંથી એ સામગ્રી કાઢ કાઢ કરવામાં આવે તેમ તેમ તે પૂરાય છે–અર્થાત્ ભરાય છે–આત્મપરિણામ સમવૃત્તિરૂપ સપાટી ઉપર મળતા થાય છે. પુરુષ એજ રીતે એ અનાદિ આશારૂપ ખાણને ભરે છે. આશારૂપ ગંભીર ખાણુમાં અનેક પદાર્થોની વાંચ્છા ભરેલી છે. પણ સપુરુષ ત્યાગભાવ વડે સમ્યકજ્ઞાનબળે સર્વ વાંચ્છાને છોડી અનાદિ આશાને મટાડી સમાનભાવ અર્થાત્ વીતરાગભાવરૂપ પ્રવર્તે છે. અને એમ તૃષ્ણરૂપ પરભાવને કાઢી કાઢી આત્મભૂમિકા સરખી કરે છે. જુઓ-નિગ્રંથ મુનિજને પણ પરિગ્રહાદિનો ત્યાગ કરી અનાદિ આશાને અભાવ કરે છે. विहितविधिना देहस्थित्यै तपांस्युपबृंहय માનનારા ત વ વિદિતા तदपि नितरां लजाहेतुः किलास्य महात्मन कथमयमहो गृह्णात्यन्यान्परिग्रहदुर्घहान् ॥ १५८ ॥ તપની વૃદ્ધિ કરતાં શરીર સ્થિતિ અર્થે યોગ્ય વિધિપૂર્વક કિંચિત્ માત્ર જન સુધાવેદનીયના ઉદયકાળે મુનિજન ગૃહસ્થોથી ગ્રહણ કરે છે, તે પણ કઈ કઈ વેળા. વળી ભક્તિપૂર્વક જરાપણ સંકેચ વિના ગૃહસ્થ દે તે ગ્રહણ કરે, નહિ તે નહિ. આમ છતાં પણ તે આહારગ્રહણ તે મહાત્માને અતિશય લજજાનું કારણ થાય છે. તે પછી અન્ય પરિગ્રહને તે તે કેમ છે? નહિ જ. - કેઈ અજ્ઞાનીજન મુનિને કિંચિત પરિગ્રહગ્રહણ માનતે હોય તે તેને શ્રી આચાર્ય સમજાવે છે કે-મુનિજનેને સર્વ આશાને અભાવ વર્તે છે, માત્ર એક સુધાવેદનીય પ્રારબ્ધના ઉદયથી કઈ કઈ વેળા આહારની વાંચ્છા થઈ આવે છે. મનુષ્ય શરીર એ જ્ઞાન, ધ્યાન અને તપાદિ અનુષ્ઠાનની અભિવૃદ્ધિનું નિમિત્ત કારણ છે એમ જાણું માત્ર તપ સંયમાદિ અનુષ્ઠાનની અભિવૃદ્ધિ કે જે આત્મ ઉજ્જવળતાના હેતુરૂપ છે તેને અર્થે શરીર રક્ષાની પણ જરૂર છે એમ સમજીને ભેજન વડે શરીરને ટકાવી માત્ર સંયમને જ પોષે છે, પરંતુ પ્રમાદને પિષતા નથી. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નિર્દોષ અને પ્રાસુક આહાર મળી આવે તે અનાસક્ત ભાવે અને અદીનપણે ગ્રહણ કરે. નવધાભક્તિ સહિત ઉજજવળ અને ઉલ્લાસિત પરિણામે ગૃહસ્થ દે તે લે, પણ પિતે બનાવે નહિ તેમ અદત્ત લે નહિ. યાચના ભાવથી કે દાતારને દબાવીને કે દાતાર ઉપર કઈ (મુનિ પદને ) અણુશોભતી છાપ પાડીને આહાર ગ્રહણ કરે નહિ. વળી પૂર્ણ ઉદરભર આહાર ન લે પણ અલ્પ માત્ર ગ્રહણ કરે.
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy