SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની આત્મા દીવાની માફક જ્ઞાન–ચારિત્રથી પ્રકાશિત કર્મરૂપ કાજળને વમન કરતો સ્વ–પરને સ્વાભાવિક પ્રકાશક થાય છે. એ જ્ઞાન આરાધનાને કેઈ અદભુત મહિમા છે. જેમ દીપક પિતાની દીપ્તિથી પ્રકાશને કાજળને વમે છે, અને વળી ઘટપટાદિ પદાર્થોને પ્રકાશે છે, તેમ જ્ઞાની આત્મા જ્ઞાનચારિત્રરૂપ દીતિથી દેદીપ્યમાન થતે અનાદિ કર્મરૂપ કાજળની નિર્ભર કરે છે, અને વળી આત્મા તથા અન્ય શરીરાદિ પરપદાર્થોને ભેદપૂર્વક પ્રકાશક થાય છે. શરીર અને જીવ એ બંનેમાં જ્યાં સુધી ભેદબુદ્ધિ થઈને શરીરથી ભિન્ન યથાવત્ આત્મસ્વરૂપ પ્રતીતિમાં ન આવે ત્યાં સુધીનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. એક ક્ષેત્રાવગાહપણે પરિણમેલા અનાદિ સંબંધવાળા એ બંને પદાર્થોમાં ભેદ ભાસ એ જ જ્ઞાનનો મહિમા છે. પૂર્વોક્ત જ્ઞાન આરાધનાના આરાધક જીવે શ્રી વીતરાગ પ્રણીત શ્રુતજ્ઞાનના અભ્યાસથી ઉત્પન્ન થયેલ વિવેક વડે ક્રમથી અશુભ પરિણામને છેડી શુભ પરિણામને આશ્રય કરી અંતે તથારૂપ પુરુષાર્થે કરી શુદ્ધ થાય છે. એમ ગ્રંથકાર કહે છે – अशुभाच्छुभमायातः शुद्धः स्यादयमागमात् । रवेरप्राप्त संध्यस्य तमसो न समुद्गमः ॥१२२॥ સંધ્યાને નહિ પ્રાપ્ત થયેલા સૂર્યથી જેમ અંધકાર પ્રસરતું નથી, પણ ઉલટે પ્રકાશ વિસ્તરે છે, તેમ શ્રુતજ્ઞાન વડે જીવ અશુભથી છુટી શુભને પ્રાપ્ત થઈ તથારૂપ પુરુષાર્થે ક્રમે કરી શુદ્ધ થાય છે. શ્રી જિનેંદ્ર વીતરાગ પ્રણત કૃતજ્ઞાનને કેઈ અકથ્ય મહિમા છે. સદાશય પૂર્વક અને વિનય ભક્તિ સહિત તેના સેવનથી અજ્ઞાનને સંચાર તો થાય જ નહિ, પણ ઉલટ સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અનંત મહાપુરુષોએ એ શ્રુતજ્ઞાન અને સત્સંગને અપૂર્વ મહિમા મુક્ત કંઠે ગાયે છે. અશુભમાંથી છુટી શુભેપગ દશા પ્રાપ્ત થવા અર્થે શ્રી વીતરાગ પ્રણીત પ્રવચન એક અમેઘ ઔષધ છે. માત્ર વિધિ પૂર્વક તેનું સેવન થવું જોઈએ. એથી કેમે કરી જીવ શુદ્ધ પગ દશાને પ્રાપ્ત થાય છે. प्रबोधाय विवेकाय हिताय प्रशमायच। સભ્ય તત્વોપરા હતાં સુરા પ્રવર્તત | (ાનાર્ણવ.) સપુરુષની વાણી જીવને પ્રકૃષ્ટ જ્ઞાન, વિવેક, હિત, પ્રશમ અને તપદેશ દાતા થાય છે.
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy