SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ - જ્ઞાની દેહને અર્થે દેહનું પિષણ નહિ, પણ ઉદાસીન વૃત્તિએ દેહને સંભાળી માત્ર સંયમનું પિષણ કરે છે, અને તેમ કરતાં દેહના અનુરાગે મુછિત પરિણમી નહિ થતાં નિરંતર આત્મજાગ્રતિરૂપ દશાએ વતે છે. અજ્ઞાની છોને સંયમ તે માત્ર અંતરંગ બળતરા છે, કારણ તે સંયમ કે અસંયમને તથારૂપે સમજતો જ નથી. જ્યાં અજ્ઞાન છે, ત્યાં સંચમ અને ચારિત્ર કયાંથી હોય? કારણઃ द्रव्यस्यसिद्धौ चरणस्यसिध्दिः, द्रव्यस्यसिध्दिश्वरणस्यसिद्धौ । पुढेवेतिकर्माविरताः परेऽपि, द्रव्याविरुद्धं चरणं चरंतु ॥ (શ્રી . પ્રવચનસાર પૃષ્ઠ ૩૨૮) અર્થ–દ્રવ્યધના અનુસારે ચારિત્ર હોય છે, અને ચારિત્રને અનુસાર દ્રવ્યબાધ વતે છે, અર્થાત્ દ્રવ્યને અવિરૂદ્ધ ચારિત્ર વતે છે. હવે જ્યાં દ્રવ્ય કે દ્રવ્યના ગુણેનું કે ગુણેની મહત્તાનું જે જીવને તથારૂપ ભાન નથી તે જીવ કેઈ અન્ય ઈચ્છાની બળત્રામાં જ બાહ્ય તપ સંયમાદિમાં તણાય છે. વિચાર કરતાં આ વાત સહેજે પ્રતીતિમાં આવે એમ છે. એ અજ્ઞાન તપ સંયમાદિ જીવને દેવાદિ પર્યાય આપી પ્રાચે નિષ્ફળ થઈ જાય છે, અર્થાત્ બાહા દેખાવે પણ રહ્યો સહ્યો તપ સંયમ અજ્ઞાન ને અંતે નષ્ટ થાય છે. વળી એ અજ્ઞાન તપ સંયમ તેના પ્રારંભમાં પણ તપ સંયમરૂપ નહતા. જે પ્રારંભમાં જ તે તપ સંયમ સમ્યકરૂપ હેત તે તેને આમ નાશ થાત નહિ. કહેવાનું તાત્પર્ય એ છે કે–તપ સંયમ અફળ નથી, પરંતુ અજ્ઞાન મેગે અધપણે કરતાં અફળરૂપ થાય છે. એવા અમુલ્ય તપ સંયમને ધારણ કરી તેને માત્ર મોક્ષાથે જ પ્રવર્તાવે એજ સુવિચિક્ષણ દષ્ટિ છે. કેડી ધન માટે ચિંતામણિ રત્ન વેચવાનું કામ બુદ્ધિમાને કરતા નથી. શરીરનું પિષણ તે પ્રારબ્ધાધિન કાળજી નહિ રાખતાં છતાં પણ જગતમાં થાય છે. પણ આત્મહિતના પિષણ સાથે શરીર સ્થિતિ રહે તે દેહને કેટીશઃ ધન્ય છેકતાર્થતા છે. શરીરને માત્ર નાશ થાય અને કાર્યસિદ્ધિ કાંઈ પણ ન થાય એમ જ્ઞાની કરે નહિ. જ્ઞાનીના જ્ઞાન વૈરાગ્ય તપ સંયમ અભૂત હોય છે. क्षणार्धमपि देहेन साहचर्य सहेत कः । यदि प्रकोष्टमादाय न स्याद्बोधो निरोधकः ॥ ११७॥ શરીરની સહેજ માત્ર સોબત એ જ સર્વ દુઃખનું કારણ છે, એમ જાણીને શરીરને ફેંકી દેતી વખતે હાથને પંચે પકડી શેકવા વાળું
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy