________________
પ્રકાશકીય “શ્રી બૃહત્સંગ્રહણીને અંગે કરવામાં આવેલા અનેક યંત્રોનો સંગ્રહ એ નામે આજથી ૬૮ વર્ષ પૂર્વે છપાયેલ પુસ્તકને “બૃહત્સંગ્રહણી યંત્રોદ્ધાર” એ નામે પુનઃ પ્રકાશિત કરતા ટ્રસ્ટ અત્યંત આનંદની લાગણી અનુભવે છે. ગુરુણીશ્રી લાભશ્રીજીની પ્રેરણાથી શાસ્ત્રીશ્રી જેઠાભાઇ હરિભાઇએ અત્યંત પરિશ્રમ લઈને આ યંત્રો તૈયાર કર્યા છે. તથા ભાવનગરના પ્રબુદ્ધ સુશ્રાવકશ્રી કુંવરજી આણંદજી એ સુધારાવધારા સાથે છપાવી પ્રસિદ્ધ કરી હતી.
પુનઃપ્રકાશનના આ પુણ્ય પ્રસંગે પૂર્વસંપાદક-પ્રકાશક- જૈન ધર્મ પ્રસારક સભા આદિ સૌનું કૃતજ્ઞભાવે સ્મરણ કરીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ સંબંધી વિશેષ વિગત ‘નિવેદન” માંથી જાણી લેવા ભલામણ કરીએ છીએ.
પૂર્વના મહાપુરુષોએ અતિપરિશ્રમ કરીને સૌના હિત અને કલ્યાણ માટે તૈયાર કરેલા આ ગ્રંથો એ આપણો સાચો અધ્યાત્મિક વારસો છે. તેનું સંરક્ષણ અને જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. આ પ્રકારની પૂજ્યપાદ પ્રાચીન શ્રતોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજીની પાવન પ્રેરણા અને માર્ગદર્શનથી ટ્રસ્ટ આ રીતે પ્રાચીન ગ્રુત ગ્રંથોના પુનઃપ્રકાશન આદિનું કાર્ય છેલ્લા ૩૫ વરસથી યશસ્વીપણે કરી રહ્યું છે. જિનશાસનની આ સેવામાં નિમિત્ત બનવા મળે એ અમારું સૌભાગ્ય છે. એ જ,
લી.
જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ૧. શ્રી ચંદ્રકુમાર બી. જરીવાલા ૨. શ્રી લલિતભાઈ કોઠારી. ૩. શ્રી વિનયચંદ કોઠારી ૪. શ્રી પુંડરીકભાઇ એ. શાહ
શ્રુતભક્તિ સહયોગી
પ્રસ્તુત પ્રકાશનના સંપૂર્ણ લાભાર્થી. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘ, નિઝામપુરા, વડોદરા.