________________
પ્રસ્તાવના અત્યાર સુધીમાં પ્રકરણ માળા તરીકેનાં પુસ્તકે ઘણાં છપાચેલ છે. તેમાં શ્રાવક અમૃતલાલ પરસેતમદાસે છપાવેલ નિત્ય સ્વાધ્યાય તેત્રાદિ સંગ્રહના આધારે આ નિત્ય સ્વાધ્યાય, તેંત્ર સંગ્રહ છપાયેલ છે. ત્યા મેસા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં મેં અભ્યાસ કરેલ છે. તેથી બન્નેને આભાર માનું છું.
આ પુસ્તકમાં આટલો બધે વિષય છપાવવાનો પ્રથમ વિચાર ન હતું પરંતુ પાછળથી પૂજ્ય અનિવાર્યો તથા પૂ૦ સાદેવીજી. મહારાજના તરફથી સુચના થવાથી કેટલોક વિષય વધારવામાં આવેલ છે.
આજે સ્વાધ્યાય કરવા માટે કેઈપણ સંસ્થા કે પ્રકાશક કરનાર તરફથી પ્રકરણમાળા વિગેરેનાં પુસ્તકો મળતાં ન હોવાથી અને નિત્ય, સ્વાધ્યાય તેત્ર સંગ્રહની ખુબ માગણીને લઈને અતિ મેંઘવારીના સમયમાં પણ અમે આ પુસ્તક બહાર પાડેલ છે તેમ જ આ પુસ્તકના અગાઉથી જે ગ્રાહક થયેલ છે. તે માટે તેમનો આભાર માનીએ છીએ.
આ પુસ્તક અભ્યાસ માટે ઉગાગી હોઈને અભ્યાસ કરનારે અતિ ઉપયેગી નિવડશે એમ અમે આશા રાખીએ છીએ.
આ પુસ્તકના પ્રુફ માસ્તર લહેરચંદ હેમચંદે સુધારી આપેલ છે તે માટે તેમને આભાર માનું છું. '
પ્રેદેષ મતિષ કે બીજી કોઈ પણ ત્રુટિ હોય તે સુ અભ્યાસીઓએ સુધારીને વાંચવી એમ અમારી નમ્ર વિનંતી છે.
લી. પ્રકાશક