________________
પ્રસ્તાવના
દરેક પુસ્તક છપાવી બહાર પાડવાનું કારણ કંઈને કંઈ યેજાએલું હોય છે તેમ અહીં પણ આ “પ્રકરણ સંગ્રહ બહાર પાડવાનું કારણ એ છે કે, અત્યાર સુધી એક પણ શુદ્ધ ગુજરાતી ભાષામાં મેટા અક્ષરથી પ્રકરણે બહાર પડયાં ન હતાં.
હાલમાં જે જે પ્રકરણે છપાએલાં છે તે શાસ્ત્રી લીપીમાં છે પણ દિન પ્રતિદિન ગામડાઓમાં પણ પાઠશાળાઓ વધતી જાય છે અને ત્યાં શાસ્ત્રી લીપીનું ઓછું જ્ઞાન હોવાથી જે ગુજરાતી ભાષામાં પ્રકરણે છપાએલાં હોય, તે તે વધારે ઉપકારક થઈ પડે એ હેતુથી અને કેટલાક અભ્યાસકેની માંગણું તેવા પ્રકારની હોવાથી આ “પ્રકરણ સંગ્રહ” બહાર પાડવામાં આવ્યો છે.
આ ગ્રંથમાં ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, શત્રુ જ્ય લઘુકલ્પ અને તે ઉપરાંત હાલમાં તત્ત્વાર્થસૂત્રને વધારે પ્રચાર હોવાથી ઉમાસ્વાતિકૃત તત્વાર્થસૂત્ર પણ દાખલ કરેલ છે. તેથી અધ્યયન કરનારાઓને વધારે લાભદાયક થશે. એવી આંતરિક ઈચ્છા છે.
મતિમંદતાથી કે પ્રેસદષથી જે કાંઈ ભૂલ રહી ગઈ હાય, તે તે સુજ્ઞ પુરૂષે નમ્ર ભાવે ક્ષમા કરશે, અને આ સાથે આપેલ શુદ્ધિપત્ર તરફ ધ્યાન આપવા પૂર્વક સુધારી વાંચવા ભલામણ કરવામાં આવે છે.
એજ લિ. પ્રસિદ્ધ કર્તા