SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ : 31: સુધી ચાલવાની અને તપશ્ચર્યાની શક્તિ કયાંથી આવી તે એક ચમત્કાર લાગે છે. જ્યારથી ગુરૂદેવે ભાયખલામાં મંગળ આશીર્વાદ વરસાવ્યા છે ત્યારથી આ બધી શક્તિ પ્રાપ્ત થઇ છે. જ્યાં જઇએ ત્યાં તેમના આશીર્વાદથી અને તેમના અમે ધ વચનની સિદ્ધિથીજ થાય છે. વિહારમાં તેઓ શ્રી ગુરૂદેવને અને પૂજ્યશ્રી આત્મારામજી મહારાજને વારવાર યાદ કરતા અને પૂજ્યાની છબીના દન કરતા. આને લઈને વિહારમાં શાંતિ રહેતી અને ધારેલુ કાર્ય પાર પડતું. તાપ, વર્ષા કે મદ્રાસથી કોઈમ્બતુર ૩૩૦ માઈલ થાય. મહારાજશ્રીની ભાવના એ બાજુ વિહાર કરવાની હતી. પૂ॰ ભુવનવિજયજી મહારાજ શ્રી તે તરફથી પધારેલા તેથી તેમની પાસેથી માહિતી મેળવી તે બાજુ વિહાર કરવાની ઇચ્છા પ્રદર્શિત કરી. પણ મહારાજશ્રીએ તેા તે તરફના વિહારનેા નિષેધ કર્યો. એ માજી જંગલ જ જંગલ, રસ્તા વિકટ, વાઘ સિાદિના ભય, ગૃહ. સ્થા પણ મેટરમાં જાય તે પણ ભય લાગે. અમે તે સાથે માણસાના કાઢ્યા અને સરકારી માણસેાને લઇને ગયેલા. તમારૂ સાધ્વીઓનું તેા એ ખાજી જવાનું કામ જ નથી. શ્રાવકેાએ પણ તે તરફ ન જવા વિનવ્યા. પણુ અમારા ગુરૂમહારાજ થેાડા સાહસિક હતા. ગુરૂદેવના આશીર્વાદ મળ્યા જ કરતા. નિર્ભયતા પૂર્વક તે તરફ વિહાર લંબાવ્યો. શ્રાવક ભાઇઓને જણાવ્યું. કે અહીંથી ૮૦ માઈલ સુધીમાં ૬-૭ ગામા આવે છે. એ બહુ ભય રાખવા જેવું નથી, આગળ પણુ અનુકુળતા હશે તેજ આગળ વધીશું. પૂર્ણીમાએ વિહાર કર્યાં. દાદાવાડી અને કેશરવાડી ત્રણ ત્રણ દિવસ સ્થિરતા કરી.
SR No.022334
Book TitleSwadhyay Manjari
Original Sutra AuthorN/A
AuthorShantinath Jain Derasar
PublisherShantinath Jain Derasar
Publication Year1968
Total Pages500
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy