________________
દીતપસ્વીની પ્રવર્તિની સાધ્વીશ્રી માણેકશ્રીજીની
જીવન-પ્રભા
વિશ્વામિત્રી સરિતાના સુરમ્ય તીરે ગુર્જર દેશની શોભાને અભિવૃદ્ધિ કરનાર “વટેદર” વડેદરા વસેલું છે.
આ વડોદરા પુણ્ય ભૂમિ મનાય છે. જ્ઞાનની ગંગા અહીંથી ગુજરાતભરમાં પ્રસરી છે. એ નગર પ્રતાપી મહારાજ સ્વ. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજાના દીર્ઘ રાજ્યકાળમાં સમૃદ્ધ, સુંદર અને હુન્નર ઉદ્યોગમાં વિકાસ પામતું તેમજ સમાજ, ધર્મ અને શખૂજીવનને પ્રાણ પષક સુધારાથી સંપન્ન થયું છે. આજે પણ તે ગુજરાતમાં સુપ્રસિદ્ધ જ ગણાય છે.
આ ભૂમિને મહાકવિ પ્રેમાનંદે વીરક્ષેત્ર કહ્યું છે. આ વીરક્ષેત્રમાં અનેક વીરે, રાજ્યનીતિ, ધર્મ ધુરંધરો, મહાપંડિતે, રાષ્ટ્રસેવકે તથા વ્યાયામ વિશારદે પાકયા છે.
અહીંને જૈન સમાજ પણ ધર્મશીલ અને પ્રગતિશીલ ગણાય છે. આ વડેદરાના જૈન સમાજમાંથી કેટલાએ પુણ્યશાળી ધર્મરત્નો થયા. એ બધાએ ભારતના જૈન સમાજને ચેતનવંત બનાવ્યું છે.