________________
પૂજયપાદશ્રીજીના દીક્ષા સ્વીકારની ક્ષણ વિ.સં. ૨૦૬૮ના પોષ સુદ ૧૩ના દિને “શતાબ્દીમાં મંગલ પ્રવેશ કરી હતી અને પૂરા વર્ષભર એ નિમિત્તે દીક્ષા ધર્મની પ્રભાવનાનાં વિધવિધ અનુષ્ઠાનોની હારમાળા સર્જાઈ રહી છે.
શાશ્વત ગિરિરાજ શ્રી સિદ્ધગિરિ પાલીતાણા ખાતે “સૂરિરામચંદ્ર સામ્રાજ્યના મોવડી પૂજયો ગચ્છસ્થવિર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજા, વાત્સલ્યનિધિ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા, પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ દશાધિક સૂરિવરો, પદસ્થો, શતાધિક મુનિવરો અને પંચશતાધિક શ્રમણવરોની નિશ્રાઉપસ્થિતિમાં પંચ દિવસીય મહામહોત્સવના આયોજન સાથે પ્રારંભાયેલ “દીક્ષા-શતાબ્દીની ભારતભરમાં અનેક સ્થળે ભાવસભર ઊજવણી થઈ છે અને થઈ રહી છે. પૂજયશ્રી સાથે સંકળાયેલાં મૃતિ સ્થાનો-તીર્થોમાં પણ વિવિધ ઊજવણીઓ આયોજાયેલ છે. સમુદાયના અન્ય અન્ય સૂરિવરો આદિની નિશ્રા-ઉપસ્થિતિમાં ય રાજનગર, સુરત, મુંબઈ વગેરે સ્થળોમાં પ્રભાવક ઊજવણીઓનાં આયોજનો થયા અને થઈ રહ્યાં છે.
આ સર્વે ઊજવણીઓના શિરમોર અને સમાપન રૂપે પૂ. ગચ્છાધિપતિશ્રીજીના આશીર્વાદથી અમદાવાદ સ્થિત પૂ. આચાર્ય ભગવંતોના માર્ગદર્શનથી પૂજ્યપાદશ્રીજીનાં દીક્ષા સ્થળ શ્રી ગંધારતીર્થના આંગણે વધુમાં વધુ સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘને આમંત્રી દિગદિગંતમાં ગાજે એવો દીક્ષાદુંદુભિનો પુણ્યઘોષ કરવાનો ય મનસૂબો ગુરુભક્તો અને સમિતિ સેવી રહ્યા છે. દીક્ષા શતાબ્દી વર્ષમાં જિનભક્તિ, ગુરુભક્તિ, સંઘ-શાસન ભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો જેમ યોજવાનાં છે, તેમ વધુમાં વધુ સંખ્યામાં મુમુક્ષુઓ મહાત્માઓ બને એવા દીક્ષા-મહોત્સવો પણ યોજવાના છે. સાથોસાથ જ્ઞાનસુરક્ષા-વૃદ્ધિ, અનુકંપા અને જીવદયાદિનાં સંગીન કાર્યો કરી પૂજ્યપાદશ્રીજીના આજ્ઞા સામ્રાજ્યને આદરભરી અંજલી સમર્પવાની છે.
આ મહદ્ યોજનાના એક ભાગરૂપે પ્રાચીન-અર્વાચીન શ્રુત-પ્રકાશનના સુંદર અને સુદઢ કાર્યનો સમગ્ર સમુદાયમાં પ્રારંભ થયો છે. પૂજ્યપાદ તપાગચ્છાધિરાજશ્રીના સામ્રાજ્યના વર્તમાન ગચ્છનાયક પ્રવચન પ્રદીપ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી અને સૌજન્યનિધિ પૂ.આ.ભ. શ્રી વિજય હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી....તપાગચ્છાધિરાજશ્રીના દીક્ષા સ્મૃતિદિન શતાબ્દી વર્ષે શ્રીસમ્યજ્ઞાનપ્રચારક સમિતિના ચતુર્થ પુષ્પરૂપે પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજા દ્વારા વિરચિત “નવતત્ત્વસંગ્રહ” (ગુજરાતી અનુવાદ સહિત) પુસ્તકના પ્રકાશનના અવસરે શાસન શિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષા શતાબ્દી સમિતિ” આનંદ અનુભવે છે.
પુસ્તકનું સંપાદનકાર્ય વર્ધમાન તપોનિધિ પૂ.પંન્યાસપ્રવર શ્રી પુણ્યકીર્તિવિજયજી ગણીવર્યશ્રીના શિષ્યરત્ન પૂ.મુ.શ્રી સંયમકીર્તિવિજયજી મ.સા. કર્યું છે. સન્માર્ગ પ્રકાશન દ્વારા મુદ્રણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સૌ કોઈ આ પુસ્તકના પઠન-પાઠનાદિ દ્વારા મોહનીયાદિ કર્મોનો ક્ષયોપશમ પામી મુક્તિમાર્ગમાં આગળ વધી આત્મશ્રેય સાધે એ જ અંતર-ભાવના. આસો વદ-૬, વિ.સં. ૨૦૬૮
શાસનશિરતાજ સૂરિરામચંદ્ર સોમવાર, તા. ૫-૧૧-૨૦૧૨
દીક્ષાશતાબ્દી સમિતિ