SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ બન્ધ-તત્ત્વ શુભ નામ ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર ૪૭૧ સંસારભીરુ ૧, અપ્રમાદી ૨, શુદ્ધ સ્વભાવ ૩, ક્ષમાવાન્ ૪, સધર્મીના સ્વાગતકારક ૫, પરોપકારી ૬, સારનો ગ્રહણહાર ૭. અંતરાય કર્મ યથાવત્ ગુણ બોલે ૧, દૂષણમાં ઉદાસીન ૨, અષ્ટ મદ રહિત ૩, પોતે જ્ઞાન ભણે ૪, બીજાને ભણાવે ૫, બુદ્ધિ થોડી હોય તો ભણવાવાળાઓની બહુમાનથી અનુમોદન કરે ૬, જિન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, ચૈત્ય, સાધુ, ગુણગરિષ્ઠ તેના વિષે ભક્તિ, બહુમાનકારક ૭ પરનિંદા ૧, અપહાસ ૨, સદ્ગુણલોપન ૩, અસદ્ઘોષકથન ૪, પોતાની કીર્તિ ઇચ્છે ૫, પોતાના દોષ છૂપાવે ૬, અષ્ટ મદના કારક ૭. તીર્થંકરની પૂજામાં વિઘ્ન કરે ૧, હિંસા આદિ ૫ આશ્રવ સેવે ૨, રાત્રિભોજન આદિ કરે ૩, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં વિઘ્ન કરે ૪, સાધુ પ્રત્યે દેવાતા ભાત, પાણી, ઉપાશ્રય, ઉપગરણ, ઔષધ ૪ આદિ નિવારે ૫, અન્ય પ્રાણીને દાન, લાભ, ભોગ, પરિભોગમાં વિઘ્ન કરે ૬, મંત્ર આદિક કરી અન્યના વીર્ય હરે ૭, વધ, બંધન કરે (જીવોને છેદન, ભેદન કરે) ૯, ઇન્દ્રિય હણે ૧૦ ઇતિ અષ્ટ કર્મના બંધકા૨ણ સંપૂર્ણ. અથ પંચસંગ્રહથી યુગપત્ બંધહેતુ જણાવે છે. પૃથક્પૃથક્ ગુણસ્થાનોપરિ પાંચ પ્રકારે મિથ્યાત્વ, એકેક મિથ્યાત્વમાં છ છ કાયા એમ ૩૦ થયા. એકૈક ઇન્દ્રિય વ્યાપાર પૂર્વોક્ત ૩૦માં એમ ૧૫૦ થયા, એમ જ એકૈક યુગ્મ સાથે દોઢસો દોઢસો એમ ૩૦૦ થયા. એમ એકૈક વેદથી ત્રણસો ત્રણસો, એટલે ૯૦૦ થયા. એમ એકૈક ક્રોધ આદિ ચારેય કષાયથી નવ(સો) નવસો, એટલે ૩૬૦૦ થયા. એમ દશ યોગથી ૩૬૦૦ ને ગુણતાં ૩૬૦૦૦ થાય. પ×૬×૫×૨×૩×૪×૧૦. મિથ્યાત્વ ૧, કાય ૧, ઇન્દ્રિય ૧, એક યુગલ ૨, ત્રણેય વેદમાંથી એક વેદ ૧, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજવલનના ક્રોધ આદિ ત્રિક કોઈ એક, એમ ૯, દશ યોગમાંથી એક વ્યાપાર યોગનો, એમ દશ બંધહેતુથી ૩૬૦૦૦ ભંગ થયા. દસ તો પૂર્વોક્ત અને ભય ઉમેરતાં ૧૧ થયા. તેની વિભાષા પૂર્વવત્ કરવાથી ૩૬૦૦૦ થયા, એમ જુગુપ્સા ઉમેરતાં પણ ૩૬૦૦૦. અથવા અનંતાનુબંધી ઉમેરતાં તે ૧૧ થાય અને યોગ ૧૩ જાણવા. ત્યાં ભંગ ૪૬૮૦૦, અથવા કાયદ્રયવધસંયોગ ઉમેરાય તે અગિયાર સંયોગ-વિયોગ તે પૂર્વવત્ પ્રાપ્ત ભાંગા ૯૦૦૦૦, એમ બધા મળી ૨૦૮૮૦૦, બે લાખ અઠ્યાસી સો, અગ્યાર બંધહેતુના આટલા ભાંગા થયા. દસ તો પૂર્વોક્ત સંયોગ અને ભય, જુગુપ્સા ઉમેરતાં ૧૨ સંયોગ થયા, તેના ભાંગા ૩૬,૦૦૦. અથવા ભય અનંતાનુબંધી યુક્ત કરે, ત્યાં કુલ ૧૩ યોગ જાણવા, ત્યારે ભાંગા ૪૬,૮૦૦. જુગુપ્સા, અનંતાનુબંધી પ્રક્ષેપે પણ ૪૬,૮૦૦ભાંગા, અથવા ત્રિકાયવધ ઉમેરતાં તે ૧૨ થાય છે તે પણ ૨૦ ભાંગા થાય છે ત્યારે પૂર્વવત્ લબ્ધ ભાંગા ૧,૨,૦000. ભય દ્વિકાયવધ ઉમેરતાં પ્રાપ્ત ભાંગા પૂર્વવત્ ૯૦,૦૦૦. એમ જુગુપ્સા દ્વિકાયવધ ઉમેરતાં પણ ભાંગા ૯૦,૦૦૦. અનંતાનુબંધી દ્વિકાયવધ ઉમેરતાં પૂર્વવત્ મળતાં ભાંગા ૧,૧૭,૦૦૦, એમ સર્વ બારેય સમુદાયના હેતુ ૫,૪૬,૬૦૦ થયા.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy