________________
૫ આશ્રવ-તત્ત્વ
૨૮૧
કરતાં ‘પારિગ્રહિકી’. (૮) માયાવત્તિયા—માયા તે જ કર્મબંધનું પ્રત્યય—કારણ છે તે ‘માયાપ્રત્યયિકી’”. (૯) મિચ્છાઇસણવત્તિયા-પ્રમાણથી હીન અથવા અધિક માને તે ‘મિથ્યાદર્શનપ્રત્યયિકી'. (૧૦) અપચ્ચક્ખાણ—જીવનો અથવા અજીવ મદ્ય આદિનો પ્રત્યાખ્યાન નહીં તે, (૧૧) દિઢિયા—જોવા જવું અથવા જોવું તેથી જે પાપ તે ‘દૃષ્ટિજા’ (૧૨) પુઢિયા—પૂંજવાથી અથવા સ્પર્શથી જે કર્મ તે ‘‘સૃષ્ટિજા’, (૧૩) પાડુચ્ચિયા—બાહ્ય વસ્તુ આશ્રયી ઉપજે તે ‘પ્રાતીત્યકી’ (૧૪) સામંતોવણિયા—સમંતાત્—ચારે બાજુ ઉપનિપાત-લોકોનું મળવું. તેમાં જે ઉપજે તે ‘સામંતોપનિપાતિકી’, સાંઢ આદિ રથ આદિ જોઈને લોક પ્રશંસે તેમ તેમ તે ધણી ઘણો હર્ષ પામે, ‘સામંતોપનિપાતિકી’ ક્રિયા લાગે. (૧૫) સહન્થિયા—આપણા હાથે જ ઉપજે તે ‘સ્વાહસ્તિકી' (૧૬) નિસન્થિયા—નાખવાથી, સેડલાદિથી નીપજે તે ‘નૈસૃષ્ટિકી’, (૧૭) આણવણિયા–પાપનો આદેશ દેવો તે ‘આજ્ઞાપનિકી' અથવા વસ્તુ ભાંગવાવાળી, (૧૮) વિયારણિયા–જીવને વિદારતાં અથવા દલાલને જીવ આદિ વેચવાના અથવા પુરુષને વિપ્રતારતાં ‘વૈદારિણી’, ‘વૈચારણિકી’ ‘વૈતારણિકી’ એ ૩ પર્યાય, (૧૯) અણાભોગવત્તિયા—અજ્ઞાનના કારણ થકી ઉપજે તે ‘અનાભોગ-પ્રત્યયિકી' (૨૦) અણવકુંખવતિયા—આપણા શરીર આદિ તે નિમિત્ત છે જેનું તે ‘અનવકાંક્ષાપ્રત્યયિકી', એટલા માટે કુકર્મ કરતાં પરભવથી ડરે નહીં, (૨૧) પેજ્જવત્તિયા–રાગથી ઉત્પન્ન થતાં માયા લોભરૂપ (‘પ્રેમપ્રત્યયિકી'), (૨૨) દોસવત્તિયા-દ્વેષથી ઉત્પન્ન થતાં ક્રોધ, માનરૂપ (‘દ્વેષપ્રત્યયિકી’), (૨૩) ૫ઓગકિરિયા—કાયા આદિકના વ્યાપરથી નીપજે તે ‘પ્રયોગ’ ક્રિયા (૨૪) સમુદાણકિરિયા—અષ્ટ કર્મને ગ્રહવા તે ‘સમુદાન’ ક્રિયા, (૨૫) ઇરિયાવહિયા— યોગ નિમિત્ત છે જેનો તે (‘ઇર્યાપથિકી’) કાયાના યોગ થકી બંધાય છે.
કર્મગ્રંથના અનુસારે સત્તાવન હેતુ–મિથ્યાત્વ ૫, અવ્રત ૧૨, કષાય ૨૫, યોગ ૧૫, એમ બધા મળીને ૫૭ હેતુ. તેમનું ગુણસ્થાન ઉપર સ્વરૂપ ગુણસ્થાનદ્વા૨થી જાણી લેવું અને વિશેષ આશ્રવ ત્રિભંગથી જાણવું.
શ્રીસ્થાનાંગ (૧૦મા) સ્થાનમાં દસ ભેદે અસંવર—(૧) શ્રોત્રેન્દ્રિય-અસંવર, (૨) ચક્ષુરિન્દ્રિય-અસંવર, (૩) ઘ્રાણેન્દ્રિય-અસંવ૨, (૪) ૨સનેન્દ્રિય-અસંવર, (૫) સ્પર્શનેન્દ્રિયઅસંવ૨ (૬) મન-અસંવ૨ (૭) વચન-અસંવર (૮) કાય-અસંવર, (૯) ભાંડોપકરણ-અસંવર (૧૦) સૂચી કુસગ્ગ-અસંવર' એમ આ દસ આશ્રવના ભેદ છે. તથા આશ્રવના ૪૨ ભેદ—ઇન્દ્રિય ૫, કષાય ૪, અવ્રત ૫, યોગ ૩, ક્રિયા ૨૫, એમ ૪૨, ઇતિઆશ્રવ તત્ત્વ પંચમ સંપૂર્ણમ્.
હવે ‘સંવર’તત્ત્વનું સ્વરૂપ લખેછે.પાંચચારિત્ર.છનિગ્રન્થપ્રથમષનિગ્રન્થનુંસ્વરૂપ—(૧) પુલાક, (૨) બકુશ, (૩) પ્રતિસેવના (કુશીલ) (૪) કષાયકુશીલ, (૫)નિથઅને(૬) સ્નાતક.