SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ અજીવ-તત્ત્વ ૨૫૫ ઋજુગતિમાં એક સમય પર ભવ જતાં લાગે, અનાહારિક નથી, એક વળાંકમાં બે સમય લાગે, પ્રથમ સમય અનાહારિક, બીજા સમયે આહાર લે.બેવળાંકમાં ત્રણ સમય લાગે, પ્રથમ બે સમય અનાહારી, ત્રીજે સમયે આહાર લે, ત્રણવળાંકમાં ચાર સમય લાગે, પ્રથમ ત્રણ સમય અનાહારી, ચોથા સમયે આહાર લે. ચાર વળાંકમાં પાંચ સમય લાગે. પ્રથમ ચાર સમય અનાહારી, પાંચમાં સમયે આહાર લે, શ્રીભગવતીજી (સૂ.)માં તો ત્રણ સમય અનાહારિક કહ્યા છે, તો ચાર સમય કેમ થયા, તેનો ઉત્તર-શ્રીભગવતીજીમાં બહુલતાની વિવક્ષા કરીને ત્રણ સમય કહ્યાં છે, અલ્પતાની વિવક્ષા નથી કરી. ક્યારેક ક્યારેક કોઈક ચાર સમય અનાહારિક થાય છે. કોઈ કહે જો પાંચ સમયની ગતિ ન માની તો શું કામ અટકે છે, તેનો ઉત્તર- પ્રથમ તો પૂર્વાચાર્યોએ પાંચ સમયની ગતિ માની છે, શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ સર્વ વૃત્તિકારોએ માની છે, એથી સત્ય છે તથા સાતમી નારકીના સ્થાવરનાડીના ખૂણાવાળા જીવ મરીને બ્રહ્મદેવલોકની સ્થાવર નાડીના ખૂણામાં ઉપજનારા પાંચ સમયની વિગ્રહ વિના ઉપજી નથી શકતા, આ વિચાર સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી લેવો. તેના વિના કામ અટકે છે. તેની સાબિતી ભગવતીની વૃત્તિમાં તથા પન્નવણાની વૃત્તિમાં અથવા (બૃહતુ) સંઘયણી (ગા.૩૨પ-૩૨૬)માં છે. (૮૯) શ્રીભગવતી શ. ૧૩મા ચતુર્થ ઉદેશના પ્રદેશોની પરસ્પરસ્પર્શનાયંત્ર ધર્માસ્તિકાયના | અધર્માસ્તિ- | આકા-| જીવ- પુદ્ગ- | કાલના કાયના |શાસ્તિન ના | લના કાયના ધર્માસ્તિકાયના એક પ્રદેશ | ૩૪ોપી૬ પ્રદેશ. | ૪પી૬/૭ | ૭ | અનંત અનંત | અનંત અધર્માસ્તિકાયના એક પ્રદેશ ૪પ૬૭. ૩૪પ૬ અનંત અનંત અનંત આકાશાસ્તિકાયના એક પ્રદેશ | ૧૨૩૪૫૬૭, ૧૨૩૪૫૬l૭ | અનંતઅનંત || અનંત જીવનો એક પ્રદેશ ૪ોપી૬૭ ૪ોપી૬/૭ અનંત, અનંત || અનંત પરમાણુપુદ્ગલ ૪ોપી૬l૭ ૪ોપી ૬૭ | અનંત | અનંત અનંત ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | પુદ્ગલપદ જાણવા ૪ | ૬ | ૮ | ૧૦ [૧૨૧૪ [ ૧૬ |૧૮ | ૨૦] ૨૨ જઘન્ય પદ ૭૧૨ ૧૭ | ૨૨ | ૨૧ ૩૩૭ ૪૨ ૪૭| પર ઉત્કૃષ્ટ પદ ચૂર્ણિકારે નયમતે કરી એક અવગ્રહી પ્રદેશના બે ગણ્યા છે, અને ટીકાકારે બે પરમાણુ કરી વ્યાખ્યાન કર્યા છે. પુદ્ગલની સ્પર્શનામાં આ રહસ્ય છે. પરમાણું જઘન્ય ૪ પ્રદેશ ધર્મઅધર્મને સ્પર્શ, તેનું સ્વરૂપ પાછળ લખ્યું જ છે અને બે પ્રદેશી આદિક સ્કંધની જઘન્ય ૧. ગ્રંથકારે ૧૨૪મા પૃષ્ઠની પછી આની યોજના કરી છે. પરંતુ છપાવતી વેળાએ પૃષ્ઠમાં સમાવેશ નહીં થઈ શકવાને કારણે આ યંત્ર અહીં આપેલ છે. | -
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy