________________
૨ અજીવ-તત્ત્વ
૨૪૫ છે. તે ચૌદનું નામ “ભૂમિ છે અને એનું નામ “મુખ છે, તે મુખ ૨ ચૌદમાથી કાઢતાં–૧૨ રહે, તેનું નામ “વિશ્લેષ' છે. આ કારણે તે ચૌદ પ્રદેશથી ચઢે તો બાર ઘટે અને ઊર્ધ્વ લોકમાં મુખ ૨, ભૂમિ ૧૦, વિશ્લેષ ૮ રહે, એમ ૭ પ્રદેશ ચઢે, ચારની વૃદ્ધિ અને ઉપર હાનિ, એ પ્રમાણે સર્વત્ર જાણવું, કોઈ કહે છે કે એકેક પ્રદેશ ઘટે છે, તે અશુદ્ધ છે. શા માટે ? અલોકની ઊંચી શ્રેણિમાં ત્રણ યુગ્મ કહ્યા છે, શ્રીભગવતીજીમાં-કૃતયુગ્મ, દ્વાપરયુગ્ય, ત્રોજ, એમ ૩. અને જો પ્રદેશ-પ્રદેશની હાનિ વૃદ્ધિ માનીએ તો ચારેય યુગ્મ થઈ જાય. આ માટે બે બે ચાર બે બે બેના ઉપર ચઢવાથી એક એક પ્રદેશની હાનિ થાય છે. એમ સર્વત્ર જાણવું.
હવે શ્રીપન્નવણાજીમાં ૧૦મા પદે ૧૨ બોલનું અલ્પબદુત્વ લખે છે–સર્વથી થોડા લોકના એકેક અચરમ ખંડ ૧, લોકના ચરમ ખંડ અસંખ્ય ગુણ, તેનાથી અલોકના ચરમ ખંડ વિશેષાધિક ૩. તેનાથી લોકાલોકના ચરમાગરમ ખંડ વિશેષાધિક ૪, તેનાથી લોકના ચરમ પ્રદેશ અસંખ્યાત ગુણ-૫, તેનાથી અલોકના ચરમ પ્રદેશ વિશેષાધિક-૬, તેનાથી લોકના અચરમ પ્રદેશ અસંખ્ય ગુણા ૭, તેનાથી અલોકના અચરમ પ્રદેશ અનંત ગુણા ૮, તેનાથી લોક અલોકના ચરમાગરમાં પ્રદેશ વિશેષાધિક ૯, તેનાથી સર્વ દ્રવ્ય વિશેષાધિક ૧૦. તે કેમ? જીવ, પુદ્ગલ, કાલ, અનંતા અનંતા છે, તે માટે, તેનાથી સર્વ પ્રદેશ અનંત ગુણા ૧૧ અવક્તવ્ય પ્રદેશ મળે લોક સ્વરૂપમાં જે પીળો રંગ કર્યો છે ચાર ખંડ તે થકી સર્વ પર્યાય અનંત ગુણા? પ્રતિ પ્રદેશ અનંતા છે, એમ ૧૨, આ સ્વરૂપમાં ૧૦/૧૧મા બોલનું કેવલી જાણે. પણ બુદ્ધિથી સમજમાં આવ્યા તેમ લખ્યું છે, આગળ જે બહુશ્રુત કહે તે સત્ય, સૂત્રાશય અતિ ગંભીર છે.
પીત ) ક્ત
હવે ચરમાગરમ સ્વરૂપ લખે છે–ગોળ અને પીળા તે લોકના અચરમ ખંડ છે અને જે લાલરંગના આઠ ખંડ છે, તેને લોકના “નિખુડ' કહેવાય છે, તેને જ લોકના “ચરમ ખંડ’ કહીએ છીએ, તેના ઉપર બાર ખંડ નીલા “અલોકના ચરમ ખંડ કહે છે. તે બાર ખંડથી પરે જે અલોક છે તે સર્વ અલોકનો એક અચરમ ખંડ છે, આ ચારેયના પ્રદેશને “ચરમ તથા અચરમ” કહેવાય છે, એટલા માટે ચરમ ખંડોના “સર્વ ચરમ પ્રદેશને અચરમ ખંડના,” “અચરમ પ્રદેશ” જાણવા. અસત્ કલ્પના કરીને આઠ અને બાર ખંડ લોકાલોકના કહે છે. પરમાર્થથી અસંખ્ય નિખુડ જાણવા અને જે નિખુડ છે, તે સમશ્રેણી