________________
હાનિ ૬
૧ જીવ-તત્ત્વ
૧ ૨૭ (૫૪) હવે એ છ પ્રકારમાં અવધિજ્ઞાનની વૃદ્ધિ હાનિ કેટલા પ્રકારે છે, તે યંત્રમાં સ્વરૂપ લખ્યું છેસંખ્યા | ક્ષેત્રને આશ્રયીને | કાલને આશ્રયીને | દ્રવ્યને આશ્રયીને | પર્યાયને આશ્રયીને
હાનિ-વૃદ્ધિ | હાનિ-વૃદ્ધિ | હાનિ-વૃદ્ધિ | હાનિ-વૃદ્ધિ
અસંખ્યાત ભાગ અસં. ભાગ હા. વૃ. અનંત ભાગ હા. વૃ. છ પ્રકારે હાનિ વૃદ્ધિ પ્રકારે હાનિ-વૃદ્ધિ, અસં. | અસં. ગુણ હા. વૃ. અનંત ગુણ હા. વૃ|િ છ પ્રકારનું સ્વરૂપ વૃદ્ધિ ૬ | ગુણહાનિ-વૃદ્ધિ સં. ભાગ હા. વૃ. | ૨ દ્રવ્ય ઘણા વધે | યંત્રથી જાણવું પ્રકારે | સં. ભાગ હા. વૃ | સં. ગુણ હો. | ઘટે એમાંથી ૨
સંખ્યાત ગુણ 'વૃ. ૪
હા. વૃ. ૪ ઇતિ છä ચલ દ્વાર સંપૂર્ણમ્.
હવે ૭મું તીવ્ર મંદ દ્વાર કહે છે—કેટલાક અવધિજ્ઞાન ફાડારૂપ હોવાથી થોડાક દેખાય અને વચ્ચે વળી ન દેખાય, થોડાંક અંતરમાં પાછું દેખાય, સ્થાપના એમ ફાડા રૂપ જાણવા. જેમ જાળીમાં દીવાનું તેજ પડે છિદ્રમાં તો તેજ છે અને બીજી જગ્યાએ નહી, તે તેજ ફાડા ફાડા રૂપ દેખાય. તેમ જે અવધિજ્ઞાને કરી ક્યાંક દેખાય અને ક્યાંક ન દેખાય, લગાતાર માર પ્રકાશ ન થાય તે “ફાડારૂપ” અવધિજ્ઞાન કહેવાય છે, તે અવધિજ્ઞાનના ફાડા કેટલા થાય તે વાત કહે છે. - એક જીવને અવધિજ્ઞાનના ફાડા સંખ્યાતા અને અસંખ્યાતા હોય, પણ તે જીવ જ્યારે એક ફાડા જુએ ત્યારે બધા જ ફાડા જુએ. કારણ કે, જીવને ઉપયોગ એક જ હોય છે. એક વખતે બે ઉપયોગ ન હોય, તે માટે બધા ફાડિયાંનો એક વારે ભેગો જ ઉપયોગ જાણવો. હવે તે ફાડા ત્રણ પ્રકારનાં છે, કેટલાક તો અનુગામિક ૧, કેટલાક અનનુગામિક ૨, કેટલાક મિશ્ર ૩ ત્રણેનો અર્થ ઉપરની જેમ. તથા તે ફાડા વળી ત્રણ પ્રકારે છે. એક પ્રતિપાતિ છે ૧, કેટલાક અપ્રતિપાતિ ૨, કેટલાક મિશ્ર ૩. હવે જે અવધિ ફાડારૂપ ઉપજીને તે કેટલોક કાળ રહીને નાશ પામે તે ફાડા “પ્રતિપાતિ' કહેવાય ૧, કેટલાક ન વિણસે તે “અપ્રતિપાતિ” ૨, અને જે કેટલાક ફાડા પ્રતિપાતિ અને અપ્રતિપાતિ તે “મિશ્ર ૩. આ અવધિ મનુષ્ય, તિર્યંચને થાય પણ દેવ, નરકને ન થાય, અનુગામી અપ્રતિપાતિ ફાડારૂપ અવધિજ્ઞાન તીવ્ર' ચોખ્ખા પરિણામે કરી ઉપજે તે ફાડા “તીવ્ર' કહેવાય અને અનનુગામી પ્રતિપાતિ ફાડારૂપ અવધિ મંદ પરિણામે કરી ઉપજે છે, તેથી “મંદ' કહે છે, ઇતિ તીવ્ર મંદ દ્વાર ૭. - હવે પ્રતિપાતિદ્વાર–અવધિજ્ઞાન એકસમયમાં ઉપજે અને વિનાશપામે (વિનષ્ટથવું) તે કહે છે. જે અવધિજીવની એકદિશામાં ઉપજેતે ‘બાહ્ય અવધિજ્ઞાન કહેવાય છે અથવા જે જીવના સર્વ ફાડારૂપ અવધિથાયતે બાહ્ય અવધિજ્ઞાન કહેવાય, તેબાહ્ય અવધિનું ઉપજવું=ઉત્પાત અને નષ્ટ થવું પ્રતિપાત અને બંને (eતદુભય) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને આશ્રયીને એકસમયમાં થાય.