________________
૧૫
અધ્યયન કરવાની એમને સોનેરી તક મળી. વિવિધ દાર્શનિક સાહિત્ય તેમજ વ્યાકરણાદિનો અભ્યાસ થતાં યથાર્થ સત્યનું એમને દર્શન થયું. આથી ખોટી રીતે મૂર્તિપૂજાદિનો અપલાપ કરનારા ઢેઢક મતનો એમણે પરિત્યાગ કર્યો. કેટલાક કદાગ્રહી સ્થાનકવાસી સાધુઓએ અને ગૃહસ્થોએ એમને હેરાન કરવામાં કચાશ ન રાખી, પરંતુ એ બધાં કષ્ટો તેઓએ સમભાવે નિર્ભયતાપૂર્વક સહન કર્યા કેમ કે, “સત્ય નાપ્તિ અર્થ
વત્'' એ વાક્ય ઉપર એમને પૂર્ણ શ્રદ્ધા હતી. એમને એવો અટલ વિશ્વાસ હતો કે, જો હું સાચે માર્ગે ચાલું છું, તો સમગ્ર બ્રહ્માંડમાં એવી કોઈ શક્તિ નથી કે, જેમને નાહક સતાવી શકે. સ્થાને સ્થાને જૈન ધર્મનો વિજયડંકો વગાડતાં અને અનેક સ્ત્રીપુરુષોને સન્માર્ગે દોરવતાં એઓ પંજાબમાંથી ૧૫ સાધુઓ સાથે નીકળ્યા અને શ્રીઅર્બુદાચળ, શ્રીસિદ્ધાચળ (પાલીતાણા) વગેરે તીર્થોની યાત્રા કરી અમદાવાદમાં વિ. સં. ૧૯૩૨માં પધાર્યા. આ સમયે વેષ તો ઢેઢક સાધુનો હતો. કેવળ મુખવસ્ત્રિકા ઉતારી નાંખવામાં આવી હતી. અહીં ગણિ શ્રીમણિવિજય મહારાજશ્રીના શિષ્ય મુનિરત્ન ગણિ શ્રીબુદ્ધિવિજય (બુટેરાયજી મહારાજશ્રી) પાસે એમને તપાગચ્છનો વાસક્ષેપ લીધો અને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. આ સમયે એમની ઉમર ૩૯ વર્ષની હતી. દીક્ષા સમયે શ્રીઆનંદવિજયજી એવું એમનું નામ રાખવામાં આવ્યું, પરંતુ શ્રી આત્મારામજી એ જ પૂર્વનું નામ વિશેષતઃ પ્રચલિત રહ્યું, એમની સાથે આવેલા ૧૫ સાધુઓ એમના શિષ્ય અને પ્રશિષ્ય બન્યા. અમદાવાદથી વિહાર કરી વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરતા, મતાંતરીય વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરી તેમને નિરુત્તર કરતા, જૈન શાસનની વિજયપતાકા દેશે દેશ ફરકાવતા, અને સ્યાદ્વાદમાર્ગના યશપુંજનો વિસ્તાર કરતા તેઓ વિ. સં. ૧૯૪૩માં ‘સિદ્ધાચલજી' આવી પહોંચ્યા. બહુ જનોની પ્રાર્થનાથી એમનું ચાતુર્માસ અહીં જ થયું. એમનો સત્યપૂર્ણ અને સારગર્ભિત ઉપદેશ, એમનું નિર્મળ અને નિષ્કલંક ચારિત્ર, એમની અભુત પ્રતિભા, વિશ્વધર્મ બનવાની યોગ્યતાવાળા જૈન ધર્મના પ્રચાર માટેની એમની તાલાવેલી ઇત્યાદિ એમના સદ્દગુણોથી આકર્ષાઈને એમના દર્શન-વન્દનાર્થે તથા તીર્થયાત્રાના નિમિત્તે વિવિધ દેશોમાંથી આવેલા લગભગ ૩૫000સજ્જનો સમક્ષ દેવોને પણ દુર્લભ અને અનુમોદનીય ‘આચાર્ય પદવી શ્રીજૈન સંઘે એમને ઉત્સાહ અને આનંદપૂર્વક અર્પી અને એમનું શ્રીવિજયાનંદસૂરિજી એવું નામ સ્થાપ્યું. વિ. સં. ૧૯૪૫માં એમણે “મહેસાણામાં ચાતુર્માસ કર્યું. આ સમયે સંસ્કૃતજ્ઞ ડૉ. એ. એફ. ડૉ૯ હૉર્નલ નામના ગૌરાંગ મહાશયે એમને જૈન ધર્મ સંબંધી કેટલાક પ્રશ્નો “અમદાવાદ' નિવાસી શ્રાવક શાહ મગનલાલ દલપતરામ દ્વારા પૂક્યા. એનો ઉત્તર મળતાં એ
૧. એમનાં નામો નીચે મુજબ છે
(૧) વિશ્નચંદ (લક્ષ્મીવિજય), (૨) ચંપાલાલ (કુમુદવિ૦), (૩) હુકમચંદ (રંગવિ૦), (૪) સલામતરાય (ચારિત્રવિ૦), (૫) હાકમરાય (રત્નવિ૦), (૬) ખૂબચંદ (સંતોષવિ૦), (૭) ઘનૈયાલાલ (કુશલવિ૦), (૮) તુલસીરામ (પ્રમોદવિ૦), (૯) કલ્યાણચંદ (કલ્યાણવિ૦), (૧૦) નીહાલચંદ (હર્ષવિ), (૧૧) નિધાનમલ્લ (રવિવ), (૧૨) રામલાલ (કમેલવિ૦), (૧૩) ધર્મચંદ (અમૃતવિ૦), (૧૪) પ્રભુદયાલ (ચંદ્રવિ૦) અને (૧૫) રામજીલાલ (રામવિ૦).
અત્ર કૌંસમાં સૂચવેલાં નામો સંવેગી દીક્ષા લીધા બાદ પાડવામાં આવ્યાં હતાં.
૨. જયારે એઓ ઉપદેશ આપતાં, ત્યારે કોઈ પ્રશ્ન કરે તો તે તેઓ પૂર્ણ ગંભીરતાથી સાંભળતા અને તેનો શાંત ચિત્તે સંતોષકારક ઉત્તર આપતા. પ્રશ્નકાર સ્વધર્મી હોય કે પરધર્મી હોય, જિજ્ઞાસુ હોય કે ટિખલી હોય પરંતુ તેનું દિલ દુભાવ્યા વિના તેઓ તેને સંતોષ પમાડી નિરુત્તર બનાવતા. આ સંબંધમાં જુઓ સરસ્વતી માસિક (ભા. ૧૬, ખંડ ૧) તેમજ એમાંથી ઉદ્ભૂત સંક્ષિપ્તજીવન (પૃ. ૧૧-૧૫)