________________
૧ જીવ-તત્ત્વ
૧૧૧ હવે બીજું ક્ષેત્રપરિમાણદ્વાર કહે છે–ત્રણ સમયના ઉત્પન્ન થયેલા આહારક સૂક્ષ્મ નિગોદના જીવનું શરીર જેટલું મોટું હોય એટલું અવધિજ્ઞાની જઘન્ય ક્ષેત્ર જુએ. હવે સૂક્ષ્મ પનક જીવ કહ્યા છે તે કેવો છે તે વાત કહે છે, હજાર યોજન પ્રમાણ શરીરવાળો જે મત્સ્ય હોય છે તે મત્સ્ય મરીને પહેલા સમયે આપણા શરીરની જાડાઈ સંહરીને હજાર યોજના પ્રમાણ પ્રતર રચે છે. માદા રૂપ થઈ અને બીજે સમયે તે શરીરના હજાર યોજન પ્રમાણ પ્રતર સંહરીને સૂચીને આકારે થાય અને ત્રીજે સમયે તે સૂચીરૂપ શરીર સંહરીને સૂક્ષ્મ રૂપ થઈને તે મત્સ્યનો જીવ આપણા શરીર બહાર જે નિગોદ થાય, તેમાં ઉપજે તે “સૂક્ષ્મ પનક' કહેવાય, જ્યારે ત્રણ સમયનો ઉત્પન્ન થયેલ આહાર કરે તેનું શરીર જેટલું મોટું હોય તેટલું ક્ષેત્ર અવધિજ્ઞાની જઘન્યથી જાણે ઇતિ જઘન્ય અવધિક્ષેત્રમ્.
હવે અવધિનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહે છે–શ્રી અજિતનાથ ભીના વખતે પંદર કર્મભૂમિમાં ઉત્કૃષ્ટ ઘણા મનુષ્ય થયા અને અગ્નિનો આરંભ મનુષ્ય જ કરે. તે માટે બાદર અગ્નિના જીવ પણ ઘણા થયા, તે બાદર અને સૂક્ષ્મ અગ્નિના જીવોની શ્રેણિ માંડીએ, તે શ્રેણિ એટલી મોટી નીપજે કે, લોકમાં વ્યાપી અલોકમાં લોકની જેમ અસંખ્યાતા ખંડ વ્યાપે, તે શ્રેણિ અવધિજ્ઞાનીને શરીરે લગાવીને ચારે તરફ ફેરવીએ તે શ્રેણિને ચારે તરફ અસંખ્ય રજુ પરમાણુ જેટલા ક્ષેત્ર સ્પર્યા છે, તેટલા ક્ષેત્ર ઉત્કૃષ્ટ પરમ અવધિજ્ઞાની જુએ. અલોકમાં જોવા યોગ્ય વસ્તુ તો નથી, પણ શક્તિ એટલી છે, જો વસ્તુ હોત તો દેખાત, ઇતિ ઉત્કૃષ્ટ અવધિક્ષેત્રમ્.
હવે અવધિજ્ઞાનને આશ્રયીને ક્ષેત્રની વૃદ્ધિએ કેટલા કાળ વધે અને કાળની વૃદ્ધિએ કેટલા ક્ષેત્ર વધે તે (૪૩) યંત્રથી– ક્ષેત્રથી જાણે
તે કાળથી કેટલા જાણે ? અંગુલના અસંખ્યાતમાં ભાગ
તે આવલિનો અસંખ્યમો ભાગ અંગુલના સંખ્યામાં ભાગ
તે આવલિનો સંખ્યાતમો ભાગ એક અંગુલ પ્રમાણ ક્ષેત્ર
કંઈક ન્યૂન એક આવલિકા પૃથફ અંગુલ ક્ષેત્ર જુવે
એક આવલિકા પૂરી જાણવી એક હસ્ત ક્ષેત્ર જુવે
અંતર્મુહૂર્તની વાત જાણે એક કોશ ક્ષેત્ર જુવે
કંઈક ન્યૂન એક દિવસ એક યોજના ક્ષેત્ર જુવે
પૃથક્ દિવસ ૯ સુધી ૨૫ યોજન ક્ષેત્ર જુવે
કિંચિત્ જૂન એક પક્ષ