________________
ગ્રન્થપ્રણેતાની જીવનરેખા
આર્હત શાસનના શૃંગારરૂપ અને અમૂલ્ય ગ્રંથોના વિધાતા, જૈનાચાર્ય ન્યાયામ્ભોનિધિ, શ્રીવિજયાનન્દસૂરીશ્વરજીનું રોચક, સાર્થક અને બોધદાયક જીવનચરિત્ર અત્યાર સુધીમાં વિવિધ સ્થળેથી ૧અનેક વિબુધોને હાથે આલેખાયેલું હોવા છતાં આ સ્વર્ગસ્થ મહાત્માના ગુણાનુવાદ ગાઈ મારા જીવનની ક્ષણોને સફળ કરું એવી અભિલાષાથી તેમજ આ ગ્રંથનું સંપાદન કાર્ય સ્વીકારતી વેળા ગ્રન્થપ્રણેતાની જીવનદિશા દર્શાવવાની કરેલી પ્રતિજ્ઞાના પાલનાર્થે હું મારી મંદ મતિ અનુસાર આ મહામંગલકારી કાર્યમાં પ્રવૃત્ત થાઉં છું. આ પ્રસિદ્ધ જૈન મહર્ષિનો જન્મ આજથી ૯૪ વર્ષ ઉ૫૨ એટલે વિ. સં. ૧૮૯૩ના ચૈત્ર માસના શુક્લ પક્ષમાં પ્રતિપદા ગુરુવારે, પંજાબના ફિરોજપુર જિલ્લાના જીરા તાલુકામાં આવેલા લહેરા ગામમાં થયો હતો. ‘કપૂર બ્રહ્મક્ષત્રિય' જાતિના અને સામાન્ય સ્થિતિના ગણેશચન્દ્રની ધર્મપત્ની રૂપાદેવીને એમની માતા થવાનો અદ્વિતીય પ્રસંગ પ્રાપ્ત થયો હતો. આ ગુણજ્ઞ દંપતીએ આત્મારામ એવું એમનું શુભ નામ પાડી આનંદ અનુભવ્યો હતો. જન્મસમયથી જ એમનાં સૌન્દર્યને અલૌકિકતા વરેલી હતી. એમના વદનકમલના દક્ષિણ ભાગમાંનું રક્તિમાપૂરિત ચિહ્ન સુવર્ણભૂમિકામાં પદ્મરાગ મણિના જેવું કાર્ય કરતું હતું. એમના પિતાશ્રી વિશિષ્ટ પ્રકારની વિદ્વત્તાથી વિભૂષિત ન હતા. તેમજ એમના જન્મસ્થળમાં કોઈ પાઠશાળા પણ ન હતી, તેથી બાલક્રીડામાં લગભગ દશ વર્ષ એમને વ્યતીત કરવાં પડ્યાં. એવામાં એક ગ્રામીણ પંડિત પાસે એમને હિંદી ભાષાનો અભ્યાસ કરવાની તક મળી. પરંતુ શિક્ષાની પ્રારંભિક દશામાં જ પિતા પરલોકવાસી બન્યા, જોકે ત્યાર બાદ એમના પિતાના ‘જીરા’ નિવાસી અને ‘ઓસવાલ’ જાતીય સન્મિત્ર જોધામલ્લ એમને પોતાના ગામમાં અભ્યાસાર્થે લઈ ગયા. આ વખતે એમની ઉમ્મર ચૌદ વર્ષની હતી. પિતાના સદાના વિયોગે એમના વિચારોમાં પુષ્કળ પરિવર્તન પેદા કર્યું. પદાર્થોની યથાર્થ સ્થિતિનું એમને ભાન થવા લાગ્યું. વૈરાગ્યરંગથી એમનું હૃદયક્ષેત્ર રંગાયું અને એણે જીવનપલટાનું કાર્ય કર્યું. ‘જીરા'માં ઢુંઢક પંથના સાધુઓની સાથેના વિશેષ પરિચયથી એમણે ૧૭ વર્ષની સુકુમા૨ વયે, એ ફિરકાના શ્રીયુત જીવનરામ સાધુ પાસે ‘માલેરકોટલા’માં ઢુંઢક મતની દીક્ષા અંગીકાર કરી. ભોગી મટી એઓ યોગી બન્યા. આ પ્રમાણે એમની સ્થિતિમાં-આત્મોન્નતિના ક્ષેત્રમાં પરિવર્તન થયું, પરંતુ નામ તો તેનું તે જ રાખવામાં આવ્યું.
એમની પ્રતિભાનો પ્રભાવ એટલો બધો હતો કે તેઓ રોજ બસો ત્રણસો શ્લોકો કંઠસ્થ કરી શકતા. આથી એમણે ટુંક સમયમાં ‘ઢુંઢક’ મતને માન્ય બત્રીસે સૂત્રો કંઠસ્થ કરી લીધાં. વીસ વર્ષની ઉમ્મરમાં તો ‘ઢુંઢક’ મતનાં રહસ્યભૂત તત્ત્વોથી એઓ પૂર્ણ પરિચિત બની ગયા. થોડા વખત પછી ‘રોપડ.’ નિવાસી પંડિત શ્રીસદાનંદે અને ‘માલેરકોટલા'ના વાસી પંડિત શ્રીઅનંતરામ પાસે એમણે વ્યાકરણનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ‘પટ્ટી'નિવાસી પંડિત શ્રીઆત્મારામ પાસે ન્યાય, સાંખ્ય, વેદાન્તાદિ દર્શનશાસ્ત્રોનું
૧. આ સર્વમાં મુનિરત્ન શ્રીવલ્લભવિજયજી (અત્યારે શ્રીવિજયવલ્લભસૂરિજી તરીકે ઓળખાતા)ને હાથે આલેખાયેલું અને ‘‘તત્ત્વનિયપ્રાસાદ્''માં પ્રસિદ્ધ થયેલું જીવનચરિત્ર વિશેષતઃ મનનીય જણાય છે.
૨. એમની જન્મકુંડલી માટે જુઓ તત્ત્વનિય૦ (પૃ. ૩૫).
૩. એમના વંશવૃક્ષ માટે જુઓ તત્ત્વનિય૦ (પૃ. ૮૪).