________________
બીજી આવૃત્તિની વાત
જેને જે ખપતું હોય તે મળે ત્યારે જ તેને સંતોષ થાય. એમ જીવ વિચાર પ્રશ્નોત્તરી દંડક પ્રશ્નોત્તરી તથા લધુ સંગ્રહણી પ્રખનોત્તરી આ ત્રણે પુસ્તકો પ્રગટ થયા હોવા છતાં તે ત્રણે પુસ્તકોનું એક પુસ્તક બનાવી બહાર પાડવાની ધણી માંગણી ને લઈને તે રીતે ત્રણે પુસ્તક ભેગા કરી પ્રગટ કરવામાં આવેલ પણ હાલ તે પણ અલભ્ય બની ગયેલ છે અને તેની માંગ ચાલુ જ છે.
અભ્યાસીઓ જેપુસ્તકની માંગણી કરે છે તે લભ્ય નથી એની જાણ થતાં જ, તત્વજ્ઞાનના અભ્યાસમાંજ જેનું ચિત્ત તન્મય બન્યું છે અને વધુને વધુ અભ્યાસીઓ આ તત્વજ્ઞાનનો લાભ લઈ ખૂબ આગળ વધે એવી જેમના હૈયાની સુંદર ભાવના છે એવાસ્તવ જિજ્ઞાસુ પરિવારે, કે જેઓએ જીવવિચાર વિવેચન, બીજી આવૃત્તિ તથા નવતત્વ વિવેચન બીજી આવૃત્તિ આ બન્ને પુસ્તકોનો સંપૂર્ણ ખર્ચ આપેલ છે તેઓએ તરત જ અમને સમાચાર મોકલ્યા કે આ પુસ્તક બનતી ત્વરાએ છપાવીને મોકલી આપો જેથી અભ્યાસીઓનો અભ્યાસ વ્યવસ્થિત ચાલુ રહે. ખરેખર આ પરિવારને જેટલા ધન્યવાદ આપીએ તેટલાં ઓછા છે. પોતાની સાથે સાથે અન્યોના અભ્યાસની પણ જેને આટલી બધી ખેવના છે તેઓને કયારેય પણ કેમ ભૂલી શકાય ?
અમારૂં આ ટ્રસ્ટ પગલે પગલે આગળ વધી રહ્યું છે તેનો યશ તો પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબને છે. અમારી પ્રગતિ માટે તેઓએ ખૂબ ખૂબ પરિશ્રમ વેઠયો છે તે ૠણ ચુકવવું અમારે માટે ખૂબ જ કઠીન છે.
પુસ્તકમાં ટાઈપસેટીંગ – કે પ્રૂફરીડીંગ કોઈ પ્રમાદદોષથી ભૂલ રહી ગઈ હોય તો અમારૂં ધ્યાન દોરશો અને ક્ષમા આપશો.
ખૂબજ ઝડપથી આ પુસ્તક તૈયાર કરી આપવા બદલ કોમલ ગ્રાફીકના માલિક શ્રી કિંતીભાઈનો ખૂબ ખૂબ આભાર.
પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ