________________
૩ર.
પ્રશ્નોત્તરી
પહોળો છે. એ તિર્થોલોકમાં અસંખ્યાતા દ્વિપોતથાઅસંખ્યાતસમુદ્રો આવેલાં છે. દ્વિપ પછી સમુદ્ર પછી દ્વિપ. પછી સમુદ્ર એમ ક્રમસર વલયાકારે આવેલા છે અને તે ક્રમસર ડબલ ડબલ પ્રમાણવાળા છે. પ્રશ્ન ૧૮૬. આ તિર્થાલોક મનુષ્યક્ષેત્ર ક્યાં આવેલું છે તથા એ ક્ષેત્રમાં કેટલા દ્વિપ અને સમુદ્રો હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ આ તિૉલોકમાં શરૂઆતના પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ રહેલ ક્ષેત્ર તે મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વિપ અને બે સમુદ્રોનો સમાવેશ થાય છે. (૧) જબુ, (૨)ધાતકીખંડ અને (૩) અર્ધપુષ્પરાવર્ત દ્વિપ તથા (૧) લવણ સમુદ્ર, (૨) કાલોદધિ સમુદ્ર એમ બે સમુદ્ર તથા અઢી દ્વિપ આવેલા
છે.
પ્રશ્ન ૧૮૭. એ પિસ્તાલીશ લાખ યોજન કેવી રીતે જાણવા? ઉત્તરઃ મનુષ્ય ક્ષેત્રનાં વ્યાસમાં થતાં પિસ્તાલીશ લાખ યોજન આ પ્રમાણે થાય છે. વચલી સીધી સપાટીથી માપવામાં આવે છે.લવણ સમુદ્ર જંબૂ દ્વિપની પૂર્વપશ્ચિમ બંને બાજુ બબે લાખ યોજનાનો છે. તેથી ૪ લાખ યોજન-ધાતકીખંડ = એ જ રીતે પૂર્વ-પશ્ચિમ ચાર-ચાર લાખ યોજનાનો છે તેથી ૮ લાખ યોજન થાય છે. કાલોદધિ સમુદ્ર = પૂર્વ-પશ્ચિમ આઠ-આઠ લાખ યોજનનો છે તેથી ૧૬ લાખ યોજના થાય છે. પુષ્કારાવર્ત દ્વિપ = પૂર્વ-પશ્ચિમ સોળ-સોળ લાખ યોજનનો છે તેથી ૩ર લાખ યોજન થાય છે તેમાંથી અડધો પુષ્પરાવર્ત દ્વિપ લેવાનો હોવાથી ૧૬ લાખની ગણતરી થાય છે. આ રીતે ૪+૮+ ૧૬+૧૬ = ૪૪ તથા વચલો ૧ લાખનો જંબૂ દ્વિપ ગણતાં ૪૫ લાખ યોજન થાય. પ્રશ્ન ૧૮૮. આ મનુષ્યક્ષેત્રમાં કર્મભૂમિ કેટલી છે? કઈ કઈ? ઉત્તરઃ આ મનુષ્યક્ષેત્રમાં કર્મભૂમિ ૧૫ (પંદર) છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર. પ્રશ્ન ૧૮૯. આ મનુષ્ય ક્ષેત્રમાં પાંચ ભરત ક્યાં ક્યાં આવેલા છે? ઉત્તરઃ આ મનુષ્ય ક્ષેત્રમાં જંબૂદ્વીપમાં એક ભરત, ધાતકી ખંડમાં પૂર્વ તથા પશ્ચિમ એમ બે ભરત, પુષ્કરાર્ધદ્વીપમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ભરત. એમ થઈને કુલ પાંચ ભરત આવેલાં છે.