________________
પ્રશ્નોતરી
ઉત્તર : મૂળ કમળની ચારે બાજુ ૧૦૮ કમળો રહેલા હોય છે તે વલયકારે છે.રત્નના હોય છે. તથા ભવન અને મણીપીઠીકાથી યુક્ત હોય છે. પ્રશ્નઃ ૨૨૬. આ કમળોનું માપ કેટલું હોય છે? ઉત્તરઃ આ કમળો પીઠીકા કર્ણિકા ભવનનું માપ મૂળ કમળથી અડધું અડધું હોય છે. પ્રશ્નઃ ર૨૭. આ વલયથી કેટલે દૂર કેટલા કમળોનું વલય હોય છે? ઉત્તર : આ વલયથી કેટલેક દૂર ૩૪૦૧૧ કમળોનું બીજું વલય આવેલું છે પ્રશ્નઃ ૨૨૮. આ વલયના કમળોનું માપ કેટલું છે? ઉત્તર : આ વલયમાં રહેલા કમળો વગેરેનું માપ બીજા વલયના કમળો કરતાં અડધા અડધા માપના હોય છે. પ્રશ્નઃ ર૨૯. આ વલયમાં જે કમળો હોય છે તે કોના કોના છે? ઉત્તરઃ આ વલયમાં વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં શ્રીદેવીનાં સામાનક દેવોનાં ૪૦૦૦ કમળો આવેલા છે. પૂર્વમાં ચાર કમળો ચાર મહતરા દેવીઓના છે. અગ્નિમાં અત્યંતરસભાસદોના ૮૦૦૦કમળોછે. દક્ષિણમાં મધ્યમસભાસદોના ૧૦૦૦૦ કમળો છે. નૈઋત્યમાં બાહ્ય સભાસદોના ૧૨૦૦૦ કમળો છે. અને પશ્ચિમમાં ૭ સેનાપતિના ૭ કમળો છે = ૩૪૦૧૧ કમળો થાય. પ્રશ્નઃ ૨૩૦. આ વલય બાદ શું આવેલું છે? ઉત્તરઃ આ વલયથી થોડેક દૂર કમળોનું વલય આવેલું હોય છે. તે પ્રશ્નઃ ૨૩૧. આ વલયમાં કોના નિવાસ હોય છે? તથા કેટલા માપના હોય છે? ઉત્તરઃ આ વલયમાં આત્મરક્ષકદેવોનાં ૧૬૦૦૦ કમળો હોય છે. તે ઉપરના કમળો કરતાં અડધા માપના હોય છે. આ ત્રીજું વલય ગણાય છે. પ્રશ્નઃ ૨૩૨. આ વલય બાદ આગળ શું હોય છે? ઉત્તરઃ આ ત્રીજા વલય બાદ કાંઇક થોડે દૂર કમળોનું ચોથું વલય શરૂ થાય છે. પ્રશ્નઃ ૨૩૩. ચોથા વલયમાં કમળો કેટલા છે? તે કોના તથા કેટલા માપ વાળા હોય છે? ઉત્તરઃ ચોથાવલયમાં ૩ર લાખ કમળોછેતે ઉત્તમ કામ કરનારાઆભિયોગિકસેવક દેવોનાં ગણાય છે. અને તે ઉપરના માપ કરતા અડધા માપના હોય છે.