________________
પ્રશ્નોતરી
૨૦
પ્રશ્ન ૧૩૪. ક્યા પર્વતના ક્યા દ્રહમાંથી કઈ નદી નીકળે છે? ઉત્તરઃ નીલવંત પર્વત ઉપરના કેશરી દ્રહમાંથી સાત નદી નીકળે છે. પ્રશ્ન ૧૩૫. બંને કિનારે કેટલા પર્વતો છે? ક્યા? ઉત્તરઃ બંને કિનારે બે પર્વતો છે. (૧) યમક પર્વત, (૨) ચમક પર્વત. પ્રશ્ન ૧૩૬. પાંચ દ્રહોનાં નામો ક્યા ક્યા? ઉત્તરઃ પાંચ દ્રહોનાં નામો આ પ્રમાણે છે:- (૧) નીલવંત, (૨) ઉત્તરકુરૂ, (૩) ચંદ્ર, (૪) ઐરાવત અને (૫) માલ્યવંત. * પ્રશ્ન ૧૩૭. ઉત્તરકુરૂક્ષેત્રમાં શું આવેલ છે? ક્યા વૃક્ષની શાખા હોય? તેમાં શું હોય છે? ઉત્તરઃ ઉત્તરકુર-ક્ષેત્રમાં જંબૂપીઠ છે. જંબૂવૃક્ષની પૂર્વશાખાઉપરભવન છે. તેમાં જબૂદ્વીપના અધિપતિ અનાાનામના દેવની શૈયા છે. પ્રશ્ન ૧૩૮. ઉત્તરકુરૂક્ષેત્ર ક્યા આકારે છે? ઉત્તરઃ ઉત્તરકુર ક્ષેત્ર પણ ધનુષ આકારે હોય છે. બાકીનું વર્ણન દેવકર ક્ષેત્રની જેમ જાણવું.
બત્રીસ વિજયો સંબંધી વર્ણન પ્રશ્ન ૧૩૯. મેરૂથી પશ્ચિમ તરફની ભૂમિ કઈ રીતે હોય છે? ઉત્તર: મેરૂથી પશ્ચિમ તરફની ભૂમિ ક્રમસર નીચી નીચી ઉતરતી હોય છે. પ્રશ્ન ૧૪૦. તે કેટલા યોજને કેટલી હોય છે? ઉત્તર ઃ તે ભૂમિ ૪૨૦૦૦ યોજને એક હજાર યોજન નીચી હોય છે પ્રશ્ન ૧૪૧. જગતી પાસે કેટલી નીચી હોય છે? ઉત્તરઃ જગતી પાસે તો તેનાથી પણ નીચી હોય છે. પ્રશ્ન ૧૪૨.મેરૂથી કેટલીનીચી જમીને અધોગ્રામની શરૂઆત થાય છે? ત્યાં ક્યા નામની વિજયો આવેલી છે? ઉત્તર : મેરૂથી કાંઈક ૮૦૦ યોજને અધોગ્રામની શરૂઆત થાય છે. જેથી ચોવીશમી અને પચીશમી વિજયો અધોગ્રામમાં ગણાય છે. તેવીસમી અને છવીસમી વિજયોનો પણ અમુકભાગ અધોગ્રામમાં આવેલ છે. (નવસોથી નીચે અધોગ્રામ કહેવાય છે.) પણ શાસ્ત્રમાં તો ચોવીસમી અને પચીશમીનાં કેટલાંક