________________
પરમપૂજ્ય જંબૂવિજયજી મહારાજ એટલે...!!
પ્રભુભક્ત, ગુરુભક્ત, માતૃભક્ત, પિતૃભક્ત !! સમ્યજ્ઞાનની દેદીપ્યમાન જ્વલંત જ્યોતિ! અદ્ભુત મેધા, પ્રજ્ઞા અને પ્રતિભાના સ્વામી !! દર્શનશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, બૌદ્ધશાસ્ત્રના ધુરંધર વિદ્વાન્ !! તપ, ત્યાગ, તિતિક્ષાની અદ્વિતીય મૂર્તિ !! સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીના અજોડ ઉપાસક !! નમ્રતા, નિરભિમાનિતા, નિખાલસતાના સ્વામી !! શ્રુતપરંપરાના એક ઉજ્જવલ નક્ષત્ર !! નયચક્ર, દ્રવ્યાલંકાર, ન્યાયપ્રવેશક, આચારાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, અનુયોગદ્વારસૂત્ર, નંદીસૂત્ર, પંચસૂત્ર, યોગશાસ્ત્ર, ધર્મબિંદુ આદિ અનેક દાર્શનિક ગ્રંથો, આગમ ગ્રંથો અને પ્રકરણ ગ્રંથોના બેનમુન સંશોધક !! આગમજ્ઞ, આગમસંશોધક, સંપાદકકલાવિશેષજ્ઞ પરમપૂજ્ય જંબૂવિજયમહારાજની પુણ્યસ્મૃતિને વિવેકમંજરીનું નવીન સંસ્કરણરૂપ સુમન અર્પણ કરીને કૃતાર્થતા અનુભવું છું.
– સાધ્વી ચંદનબાલાશ્રી