SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રધ્ધાદિ-પષક-સુધાબ્દિક ૨૯ ૨. સારનાદ સમાન પૌષ્ટિક આહાર ખાનારા સાધુઓને ત્વફસારભૂત ખાનારા તપસ્વી કહેલા છે, - અને તેમના તપને વફખાદ સમાન વર્ણવેલ છે. ૩. છાલખાદ સમાન આહાર ખાનારા સાધુઓને કાદ સમાન તપસ્વી કહેલા છે, અને તેમના તપને કાષ્ઠબાદ સમાન વર્ણવેલ છે. ૪. કાષ્ઠખાદ સમાન આહાર ખાનાર સાધુઓને ઇન્નિનાદ સમાન તપસ્વી કહેલા છે, અને તેમના તપને લિખાદ સમાન વર્ણવે છે. ઉપર જણાવેલા ચાર પ્રકારના તપસ્વીઓમાં પહેલા તપ તીવ્રતમ, બીજાને તપ તીવ્રતર, ત્રીજાને તપ તીવ્ર; અને ચેથાને તપ મંદ હોય છે. વધુ સ્પષ્ટીકરણ સમજવાની ઈચ્છાવાળાએ શ્રીઠાણુગ સૂત્ર-વૃત્તિનું મનન-પરિશીલન કરવું જરૂરી છે. તપધર્મના સેવનમાં રંગાઈ ગયેલા તપસ્વીઓએ પોતે ઉપરના ચાર પ્રકારમાંથી કયા પ્રકારના વિભાગમાં છે?, તે વિચારવાની જરૂર છે. ૩૮-કાર્યસિદ્ધિના અભિલાષિઓને. શ્રેયસ્કર કાર્યો વિજોથી ભરપૂર વીંટાયેલા હોય છે. કલ્યાણકર--કાર્યો કરનાર વિના વળીઆઓથી મુંઝાય તે સ્વપ્ન પણ કાર્યસિદ્ધિ કરી શક્તો નથી. ધનવાનને ઘેર ધાડપાડુઓની ધાડ પડે છે, તેવી રીતે ધર્મને અનુસરતી શુભ કાર્યવાહી કરનારને ત્યાં વિનરૂપી લુંટારૂઓ ધર્મધન લુંટવા આવે છે; માટે સાવધ બનવું. પરંતુ વિઘનના ભયથી આરંભાતું અગર આરંભેલ શુભ-કાર્યને વિકિઓએ છોડી દેવુજ નહિ. ૩૯-તારનાર છે કેણુ?.. આરાધનાને અખંડ અભ્યાસ ઉદવાનના ઉંડા નીર, ઉભરાતાં મગર-મસ્યયાદિ જલચર-જંતુઓ, ઉછળતી ભરતી; અને ઉતરતાં એટમાં તરવાની ઇચ્છાવાળાઓને પણ તરવું એ મુશ્કેલીમાં મુશ્કેલ પ્રસંગ છે. એટલું જ નહિ પણ તરતાં તરતાં અનેકવિધ આફતોને સફળ સામનો કરીને, તરીને, પાર ઉતરીને, અને કાંઠે આવીને સહિસલામત સ્થાને પહોંચી જવું એ એથી પણ વધુમાં વધુ મુશ્કેલ પ્રસંગ છે. તરવાની કળાના પારંગત-તરનારાઓ તરી ગયા, પરંતુ તરી ગએલાઓના ભરોસે ભૂલા પડેલા અને તરવાની કળાના અખાત આત્માઓ તરવાની તાલાવેલી છતાં તરી શક્યા નહિં, પાર ઉતરી શકયા નહિં, કાંઠે આવી શક્યાં નહિ; અને સહીસલામત સ્થાને પહોંચી શકયાજ નહિં, પૂછનાર પૂછે છે કે-તારનાર છે કેણ, તરી ગએલાએ તારતા નથી, અને તરવાની કળાની આવડતમાં અધૂરાએ તરી શકતાજ નથી; તે પછી પાર ઉતરવું, કાંઠે આવવું; અને સહીસલામત સ્થાને પહોંચી જવું એ બને જ કેમ ?; માટે પૂછનાર પૂછે કેતારનાર છે કોણ ? –
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy