SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી સિદ્ધચકના સેવકોને એમ ન માનીએ તે નરકગતિના કે તિર્યંચ ગતિના દુઃખો અગર ચારે ગતિની આપત્તિઓને વિચારવાથી થતા નિર્વેદ કે જે લક્ષણ સમ્યક્ત્વનું છે, અને તે ગુણ પણ જ્ઞાનગર્ભિતને અનુસરતા ગણાશે નહિ, માટે કોઈ પણ બાહ્ય અગર અત્યંતર કારણોથી ચેતીને કર્મના ક્ષયના કારણુ તરીકે પ્રવ્રજ્યાને આદરના મનુષ્ય જ્ઞાનગર્ભિત વિરાગ્યવાળેજ, છે અને એમ માનનાર અને જાણનારોજ સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનવાળા છે એમ કહી શકાય. ૩૦-શ્રી સિધચક્રના સેવકેને– - ત્રિકાલાબાધિત-અવિચ્છિન્ન-પ્રભાવમય જેનશાસનમાં પુનિત-પ્રતિષ્ઠા પામેલ વ્યાસિદ્ધચક્ર સદા ય વંતુ વર્તે છે. સહઅયોથી સુરક્ષિત થયેલ ચક્રરત્ન ચક્રવર્તિઓના દ્રવ્ય મનોરથોને પૂર્ણ કરે છે, તેવી રીતે સિદ્ધચક્રના સેવનમાં સર્વસ્વ સમર્પણ કરનાર ચારે નિકાયના દેવ-દેવીઓથી અધિષિત થયેલ સિદ્ધચક્ર સાધમિકોના સધળાંએ દ્રવ્ય મનોરથો પરિપૂર્ણ કરે છે. એટલું જ નહિ પણ ભાવ ધર્મના ભવ્ય-મનોરથોની સમુખ લાવનાર, ભાવ-ધર્મનું આસ્વાદન કરાવનાર, ભાવ ધર્મની વૃધ્ધિ કરાવનાર, અને પરંપરાએ સિદ્ધચક્રસ્થિત શાશ્વત પદમાં શાશ્વત- ભાવે પ્રવેશવાની પૂર્ણ- મેગ્યતા સમર્પણ કરાવનાર એ શાશ્વત-યશસ્વિસિદ્ધ- * ચક્રને હૃદય-કમળમાં સ્થિર કરે. સિદ્ધચક્ર-સ્થિત-ગુણિ–ભગવન્તનું અને ગુણોનું યથાર્થ કથન કરવું એ વર્તમાનકાલીન-વિદ્વાને માટે અશક્ય વસ્તુ છે. એટલું જ નહિં પણ પ્રાતઃસ્મરણીય પૂર્વકાલીન પૂર્વધરે માટે પણ અશકય વરતુ છે, અને તેથીજ શ્રીસિદ્ધચક્રની સેવનામાં સર્વસ્વ સમર્પણ કરનાર શ્રીશ્રીપાળ-રાસના રચયિતાનું રસિક-પદ્ય સ્મરણપથ પર આવીને ઉભું રહે છે. “ સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતા ના'વે પાર; વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વારંવાર.” આથી વિશ્વજન-મનવાંછિત-પૂરક, અને અનેકવિધ-દુઃખ-દારિદ્ર-ર્ભાગ્ય-ચૂરક; અમોષ-સાધનરૂપ શ્રી સિદ્ધચક્રનું વારંવાર દર્શન-પૂજન-વન્દન-સત્કાર સન્માન કરીને કૃતાર્થ થવું એજ સેવકે માટે-સર્વદાસર્વત્ર-સર્વથા હિતાવહ છે. ૩૧-શ્રાવક કેને કહેવો? જે અત્યંત તીવ્ર કર્મને વિશેષપણે નાશ કરીને પરલોકને હિતકારી એવું જીનવચન ઉપગપૂર્વક સમ્યફપ્રકારે શ્રવણ કરે છે, તેને જ શ્રાવક જાણે. જુઓ-પંચાશક ૧, ગાથા-ર. परलोयहियं सम्मं जो जिणवयणं सुणेइ उवउत्तो। अइतिव्वकम्मविगमो सुक्कोसो सावजो- एत्व ॥२॥
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy