________________
બુદ્ધિમાન માનવ ! ત્યારે તું શું કરીશ ?
મચયકાર:-ચંદ્રસેન શાન્તિલાલ ખીમચંદ દ્રુમણીયા સુરત.
શરીર રાગેાથી ઘેરાઈ જશે, વ્હાલાઓના ઉપાયેા અફલ થશે, વૈદ્ય, ડાકટરા પોતાના છેલ્લા ઉપાય અજમાવી હાથ ખ ંખેરશે, સૌ સ્નેહીએ ગમગીન ખનશે, ત્યારે તુ શું કરીશ ?
શ્વાસ ઘુંટાશે, નાડીએના ધબકાર જુદા હશે, કેાઈ અનેરાજ ભણકાર વાગતાં હશે, દશે દિશામાં નાખી નજર નહિ પહેાંચે, ત્યારે તું શુ કરીશ ?
પાપના પેટલા બાંધી પેદા કરેલા કરેાડા રૂપીયા, બગલા, મેટર, ગાડીઘેાડા, અગીચા, મીલે અને કારખાનાએથી પલકમાં સદાને માટે જુદા પડવાના અવસર આવી ગયા હશે, ત્યારે તું શું કરીશ ?
પ્રાણથી વ્હાલી મનાતી પ્રેમદા અને કુમળા પુષ્પ જેવા બાળકોના માનેલા મીઠા સહવાસમાંથી હંમેશના માટે છૂટા પડવાના અણુધાર્યો અવસર આવી પહોંચશે ત્યારે તું શું કરીશ ?
અથવા તે
માથે ટાલ પડશે, ક્રાનથી એછું સંભળાશે, આંખે ખરાખર સુઝશે નિહ, પાણી ટપકયા કરશે, નાકમાંથી લીંટ ચુયા કરશે, મેઢામાંથી લાળ ચાલી જતી હશે, ઉધરસ આવતી હશે શકિત નરમ પડશે, કમ્મર વળી ગઇ હશે લાકડીના ટેકા વિના ચાલવું ભારે થઇ પડશે, સહુ હડહડ કરશે, સથા પરવશ બની જઈશ, જીવન અકારૂ લાગશે, સ્વભાવ ચીડીયેા બની જશે અને એકે ધારણા સપૂલ નિડું કરી શકાય, ત્યારે તું શું કરીશ ?
વિચારક પ્રાણિ...
આવું બધું બનતું રાજ નજરે જોવાય છે, જગના જીવાની આવી સ્થિતિ બનતી તારા જોવામાં આવે છે.
જુવાનીના જોરમાં અને ધનવાનપણાની મહાંધતામાં મહાલતાના બુરા હાલ થતા નજરે જોવાય છે. તારી આ દશા નહિજ આવે એવા ભરેસે રખે બેસી રહેતે !
વિષમ અવસ્થા વખતે દીનતા ન આવે, પેાકાર ન કરવા પડે અને અશાન્તિમાં પણ શાન્તિ અનુભવાય એ માટે અત્યારથી કાંઇક વિચાર કરી લે; પાણી પહેલાં પાળ બાંધનાર સમજદાર ગણાય છે. પાળ બાંધી નડુિ અને પાણી ભરાયુ' તળાવ ફાટયું અને ધેધ ચારે બાજુ વહેવા લાગ્યા તે વખતે પાળ નડિ બંધાય, ધાર્યું. મનમાં રહી જશે, મનેરથા માટીમાં મળી જશે, આશા નિરાશામાં ફેરવાઇ જશે, તે વખતે પસ્તાવાનો પાર નનિય રહે, માટે સારી અવસ્થામાં મળેલી શકિતઓને સદુપયેગ કરી લેવા માટે વિચાર કર. સ અવસ્થામાં કામ અને સર્વ સ્થળે નિશ્ચિત બનાવે, એવું ભાતું ભરી લે. પ્રમાદ નિદ્રામાંથી ધર્મ જાગરણુમાં આવી જા, પછી કાઈ પણ અવસ્થા તને સતાવશે નહિ, સદા સુખ અને શાન્તિ તને છેડશે નહિ. પુરેપુરા આનંદને અનુભવનારા બની જઈશ.