________________
૫૮
સુધા-વર્ષા. નિવડેલા એવા વડીલ બનીને બેઠેલાઓ પણ સમજાવી શકતા નથી, એજ ખેદની
વાત છે. ૭૪૪. યુવાવસ્થાને હિન્દી ભાષામાં જવાની' કહેવાય છે, જવા સર્જાયેલી–જવાની' એ શબ્દના
પરમાર્થ પરથી વિવેક આવી જાય તે યુવાવસ્થા ભેગવનાર યુવાન ભાગ્યશાળી છે. ૭૪૫. ખરેખર! જવા સર્જાયેલી જવાનીમાં (યુવાનીમાં) સ્વ-પ૨હિત સાધી શકાય તેટલું
સાધી લે, નહિં તે યુવાવસ્થાનો પહેરેગીર પોકારી રહ્યો છે કે- હું જાઉં છું અને
પછી તમે પસ્તાશે” આ અર્થસૂચક-સલાહ પર ધ્યાન આપો. ૭૪૬. યુવાવસ્થાને પહેરેગીર લુંટારાઓને સાથીદાર ન બને તેની સાવધાની રાખે, નહીં
તે ધૂળે દહાડે લુંટાઈ જશે. ૭૪૭, યુવાવસ્થાને પહેરેગીર કિંમતી-જીવનરૂપ ઝવેરાતથી ભરપૂર–જીવનને રફેદફે કરીને
લુટી રહ્યો છે, તે યુવાનીના મદમાં મદેન્મત બનેલા યુવાને સમજી શકતા નથી;
એજ આશ્ચર્ય છે. ૭૪૮. યુવાવસ્થાને પહેરેગીર બદલાય નહિં, ત્યાં સુધીમાં સ્વ–પરહિત સાધી લે; નહિંતર
વૃદ્ધાવસ્થાના પહેરેગીરના પહેરા તળે અશકિતના અવિરત પિકારમાં તમારૂં કિંમતી
જીવન ચાલ્યું જશે, અને તમારી ધારેલી ધારણાઓ ધૂળમાં મળી જશે; એ યાદ રાખે. ૭૪૯ અઘરી–બાવાની જેમ દ્રવ્ય-નિદ્રાધીનોને જગાડવા જેટલાં મુશ્કેલ છે, તેના કરતાં
એ જ્ઞાન-દર્શન–ચારિત્ર્યની આરાધના વગરના ભાવ-નિદ્રાથી ભાવિત થયેલાઓને
જગાડવા અતિ અત્યંત મુશ્કેલ છે. ૭૫૦. ભાવ-દયાને યોગ્ય–બનેલા ભવ્યાત્માઓને જગાડવા એ અતિ મુશ્કેલ, અને કઠીન
કાર્ય છે; છતાં પણ જગાડનારાઓ જગને આશીર્વાદ મેળવીને જીવન સફળ કરે છે,
એ નિઃશંક-સત્યને સમજીને આગળ વધવું જરુરીનું છે. ૭૫૧. બીજાઓને અસ–આગ્રહી કહેવા પહેલાં પિતાના આગ્રહને શાસ્ત્રમર્યાદાએ, અને પુનિત
પરંપરાએ સૂક્ષ્મ-દષ્ટિપૂર્વક અવલોકન કરતાં શીખો, કારણકે મુશીબતે મળેલા મોંઘા માનવ-જીવનમાં માનસિક-વાચિક-કાયિક-પ્રવૃત્તિઓએ કેઈનું પણ અહિતભર્યું -
અન્યાયી-વલણ ન થાય તેની સાવધાની રાખે. ૭૫૨. અવસર-સાધક-અધમ આત્માઓ નિન્દનીય-રવાર્થ સાધવા માટે વડીલાદિની સ્તુતિ
પ્રશંસા કરીને તેઓને સુરગિરિની ટોચે ચઢાવી દે છે, અને અવસર પામીને તેઓ તેજ વડીલોની નિંદા-ડિલના કરીને તેજ સ્તુતિ-પ્રશંસાદિ-સુરગિરિવરથી પટકવાનું પાપ કાર્ય પણ કરી દે છે તેવાઓની સ્તુતિ-પ્રશંસાની કે નિંદા--હિલનાની (બને કાર્યની) કિંમત લગભગ પુટી કડીની સમજાય છે, ત્યારેજ હૃદય-મંદિરમાં વિવેકની વાસ્તવિકહાજરી છે એમ સમજવું જરૂરીનું છે.