SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સુધા-વર્ષા. પ્રભાવના ન થાય તે અનાઉપયોગે પણ મલીનતા તે ન થાય તેની સાવધાની રાખજો. ૧૬૭. શાસનની મલીનતા કરનારાને, કરાવનારાને; અને પીઠ થાબડનારાઓને ભવાન્તરમાં જૈન શાસન પામવું અત્યંત દુર્લભ છે. ૧૬૮. તમારા વિચાર અને વર્તન મૈત્રી આદિ ચાર ભાવનાને સ્પર્શતા ન હોય તે અધર્મજ થાય છે, એ નિર્ણય મગજમાં સદાકાળ સ્થિર રાખજે. ૧૬. દ્વેષ-દાવાનળથી દાઝેલાઓને મૈત્રીભાવની મઝા, અને કારૂણ્ય ભાવની કરૂણ-કહાણીઓ સમજાતી નથી એજ ખેદનો વિષય છે. ૧૭૦. મૈયાદિ ભાવનાથી ભાવિત થયેલા આત્માઓથી જગતભરનાં તમામ ઇવેનું ભલું જ થાય છે, એ ભાવનાઓથી સર્વ ભાવિત થાઓ. ૧૭૧. માની લીધેલી મોટાઈ અને મગરૂરી જાળવવા મૈત્રીભાવને અને કરૂણાભાવને દેશવટે દેનારાઓ પિતાનું અને પરનું અહિત કરે છે, અને કરશે. ૧૭૨. પ્રતિષ્ઠાના પૂજારી પ્રતિષ્ઠા પાછળ ધર્મને તિલાંજલી આપીને શાસનને પણ નુકશાન કરે છે તેમાં નવાઈ નથી. ૧૭૩. માની લીધેલી મોટાઈમાં અને મમત્વમાં સનાતન સત્ય સમજાતું નથી. , ૧૭૪. થયેલી ભૂલને ભૂલ સમજ્યા પછી પણ સુધારે ન થાય, એજ માનવ-જીવનની કમ નશિબી છે. ૧૭૫. આત્મિક-તન્દુરસ્તી સાચવનારે ગમ ખાતાં શીખવવું જ જોઈએ. ૧૭૬ જેટલે શત્રુ પ્રત્યે તિરસ્કાર છે, તેટલે અગર તેથી વધુ તિરસ્કાર કર્મ પ્રત્યે હેજ જોઈએ. ૧૭૭ મિથ્યાત્વમાં મુંઝાયેલાઓને શા એ શસ્ત્ર, દીક્ષા એ દાવાનળ; અને તપાધર્મ એ તપાવનાર છે. ૧૭૮. જૈન શાસનમાં જીવ માત્રને કટ્ટો શત્રુ કર્મ છે, એ સર્વદા સ્મૃતિપટમાં સ્થિર ? '' ૧૭૯. પંચપરમેષ્ઠિઓની પરમપદે બિરાજવાની પ્રભુતા સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રને અને તપોધને આભારી છે. ૧૮૦. આત્મકલ્યાણના અર્થિઓને શાસ્ત્રો, અને શાસ્ત્ર-વિહિત પધર્માદિ-અનુષ્ઠાને એ અમેઘ આનંદના દાતા, તથા પરમાનંદના ધામ ભાસે છે. ૧૮૧. ધાર્મિકશબ્દથી સંબોધન કરતી સઘળી સંસ્થાઓએ ધર્મનું રક્ષણ કરવું એજ સર્વદા હિતાવહ છે. ૧૮૨. ધર્મનું રક્ષણ જે સંસ્થામાં થતું જ નથી, તેને ધાર્મિક સંસ્થા કહેવાય નહિ. ૧૮૩, જે સંસ્થામાં દેવ, ગુરૂ, ધર્મની હાંસી, ઠ, મશ્કરી કરાવાતી હોય, અગર થતી હોય તે ધર્મની વિઘાતક-સંસ્થાઓ છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy