SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાદિ-પષક–સુધાબ્ધિ: નથી. એ બનવા જોગ છે, પરંતુ પૂર્વ પુણ્યના ઉદયે અને પ્રબળ પુરૂષાર્થે ગુણગણુની પ્રાપ્તિ સાથે ગુણવાન બની જવું એ મુશ્કેલ છતાં સહેલું છે. કારણ કે સુંદર ગુણવાન બન્યા છતાં ગુણની વાસ્તવિક કિંમતના અભાવમાં અન્ય ગુણવાનને દેખીને અને શ્રવણ કરીને ઈર્ષ્યાળ -મત્સરી બની જવાય છે એ ગુણીપણાની નિપુણ્યક દશા છે. ગુણવાન થયેલે આત્મા ગુણાનુરાગી થયા હોય તેજ તે પુણ્યની પ્રાપ્તિ-ટકાઉ વૃદ્ધિ-આદિ ઉત્તરોત્તર ફલદાયિ લાભ પ્રાપ્ત કરી શકે છે. આથીજ ગુણવાન થવું અને અન્યમાં રહેલા શાસન-માન્ય-અંશિક-ગુણ-ગણની કિંમત સમજીને ગુણાનુરાગિ થવું એજ માનવ જીવનની મહાય દશા છે. આજ વાતને ચરિતાર્થ કરતાં શાસ્ત્રકારે જણાવે છે नागुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी । गुणी च गुणरागी च, सरलो विरलो जनः ॥१॥ આ પધના પરમાર્થનું સેવન કરવું એ મહદય-માનવદશાની મહેલાતો છે. દ-આશીર્વાદ કે ધિકકાર? શાસ્ત્રકારોએ ધર્મનું મૂળ વિનય કહેલું છે, કારણકે સકળ પુરૂષાર્થની સિદ્ધિમાં ધર્મ પ્રાપ્તિની અનિવાર્ય જર છે. ધર્મની પ્રાપ્તિ, ટકાવ, વૃદ્ધિ અને ધર્મનાં વાસ્તવિક પુષ્પ ફળની પ્રાપ્તિ કરવાની અભિલાષાવાળાએ માનના મર્દનપૂવર્ક વિનયધર્મનું સેવન જરૂર કરવું. ત્યારે ગતિમાં ચાર કષાના કલુષિતવાતાવરણથી વ્યાપ્ત થયેલ ચાર ગતિમાં એક કષાયની મુખ્યતા અને બાકીના ત્રણની ગૌણતા શાસ્ત્રકારોએ પ્રતિપાદન કરેલી છે. ગતિમાં લેભ, મનુષ્યગતિમાં માન, તિર્યંચગતિમાં માયા; અને નરકગતિમાં લોભની મુખ્યતા સ્વીકારેલી છે. આથીજ માનવ જીવન પામેલાએ અને માનવ જીવનને સફળ કરવાની ઈચ્છાવાળાએ મૃતિપટમાં સ્થિર કરવા જેવું છે કે-ક્રોધના કેડે પ્રસંગોમાંથી, માયાના મુઝવણ ભરેલા વાતાવરણમાંથી; અને લોભના લલચાવનારા લાખ્ખ બનાવમાંથી બચવું એ જેટલું સહેલું સરળ અને સુવ્યવસ્થિત છે, તેટલું અગર તેથી પણ વધુ માનની મદોન્મત્ત મુંઝવણભરી અવસ્થામાંથી સહિસલામત પસાર થવું, અને ઉત્તરોત્તર–ગુણગણુની પ્રાપ્તિ કરીને કલ્યાણ માર્ગે ચરવું એ અતિ કઠીન અને અત્યંત મુશ્કેલ છે. વિશ્વભરના સધળા પ્રાણિગણુને આશીર્વાદ મેળવ હોય તે આ વિનયગુણને ખૂબ ખૂબ ખીલવવાની જરૂર છે. આ ગુણની વાસ્તવિકતાથી વાસિત થયેલ પુણ્યાત્મા સ્વ–પર હિત સાધવા ઉજમાળ થાય છે, અને આ ગુણ અવગુણ રૂપે પરિણમે છે, ત્યારે તે સ્વ–પરહિત વિઘાતક બનીને ભયંકર પરિણામ નિપજાવવા થીબદ્ધ થાય છે. આથી એ સ્પષ્ટ છે કે આઠ મદોની અકળાવનારી આંધીમાંથી નીકળીને માનના મનપૂર્વક વૃદ્ધિ પામતા વિનધર્મથી વાસિત થનારાઓએ આ શાસનમાં સ્વ-પર હિત સાધ્યું છે, અને સાધશે. પરંતુ આ ગુણના ઓઠા નીચે મેલી મુરાદને પાર પાડવા માટે જેઓ આકાશ પાતાળ એક કરે છે, પુણ્ય-પાપને સમાન સમજે છે, અને દુનિયાને અજવાને દંભી ડોળ કરે છે, તેઓએ દુનિયાના આશીવંદને બદલે ધિક્કાર પ્રાપ્ત કર્યો છે એ ભૂલવા જેવું નથી; માટે આશીર્વાદ મેળવીને માનવ જીવનને સફળ કરવું. ૬૭–સુવિવેકશીલ-આત્માને. અંતકરણને વિશુદ્ધ કરનારી વીતરાગની વાણી છે, અને તે વાણી શાસન-સંચાલક-સદ્દગુર્યોને આધીન છે માટે અનાદિ અનંતકાળથી પરિભ્રમણ કરનારા આ મલીન આત્માએ વધુને વધુ શુદ્ધ-શુદ્ધતર
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy