________________
सत्त्वरजस्तमसां स्वरूपम्
३०२
योगसार: ४/१ दुःखस्वरूपं तमश्च मोहस्वरूपम् । यदुक्तं कपिलमुनिकृतसाङ्ख्यदर्शनस्य प्रथमाध्यायस्य १२७ तम सूत्रस्य श्रीविज्ञानभिक्षुविरचितसाङ्ख्यप्रवचनभाष्ये - 'सत्त्वं नाम प्रसादलाघवाभिष्वङ्गप्रीतितितिक्षासन्तोषादिरूपानन्तभेदं समासतः सुखात्मकम् । एवं रजोऽपि शोकादिनानाभेदं समासतो दुःखात्मकम् । एवं तमोऽपि निद्रादिनानाभेदं समासतो मोहात्मकमिति ।' श्रीहरिभद्रसूरिभिरप्युक्तं श्रीषड्दर्शनसमुच्चयस्य साङ्ख्यदर्शनाख्यतृतीयाधिकारे –'सत्त्वं रजस्तमश्चेति, ज्ञेयं तावद्गुणत्रयम् । प्रसादतापदैन्यादि-कार्यलिङ्गं क्रमेण तत् ॥३५॥ ' श्रीगुणरत्नसूरिकृताऽस्य वृत्तस्य टीकैवम् - ‘तावच्छ्ब्दः अवधारणे ( प्रक्रमे) तच्चैवं ज्ञातव्यम् । तेषु पञ्चविंशतौ तत्त्वेषु सत्त्वं सुखलक्षणं, रजो दुःखलक्षणं, तमश्च मोहलक्षणमित्येवं प्रथमं तावद्गुणत्रयमेव ज्ञेयम् । तस्य गुणत्रयस्य कानि लिङ्गानीत्याह - 'प्रसाद' इत्यादि । तत्सत्त्वादिगुणत्रयं क्रमेण प्रसादतापदैन्यादिकार्यलिङ्गम् । प्रसादः प्रसन्नता, तापः-सन्तापः, दैन्यं - दीनवचनादिहेतुर्विषण्णता, द्वन्द्वे प्रसादतापदैन्यानि तानि आदिः प्रकारो येषां कार्याणां तानि प्रसादतापदैन्यादीनि, प्रसादतापदैन्यादीनि कार्याणि लिङ्गं - गमकंचिह्नं यस्य तत्प्रसादतापदैन्यादिकार्यलिङ्गम् । अयं भावः - प्रसादबुद्धिपाटव
=
-
રજસ્ અને તમસ્. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે સત્ત્વ સુખસ્વરૂપ છે. રજસ્ દુઃખસ્વરૂપ છે. તમસ્ મોહસ્વરૂપ છે. કપિલમુનિ રચિત સાંખ્યદર્શનના પ્રથમ અધ્યાયના ૧૨૭મા સૂત્રના શ્રીવિજ્ઞાનભિક્ષુ રચિત સાંખ્યપ્રવચનભાષ્યમાં કહ્યું છે
‘પ્રસન્નતા-લઘુતા-રાગ-પ્રીતિ-સહનશીલતા-સંતોષ વગેરે અનંતભેદવાળું સત્ત્વ સંક્ષેપથી સુખસ્વરૂપ છે. એમ શોક વગેરે અનેક પ્રકારનું રજસ્ પણ સંક્ષેપથી દુ:ખસ્વરૂપ છે. એમ નિદ્રા વગેરે અનેક પ્રકા૨નું તમસ્ પણ સંક્ષેપથી મોહસ્વરૂપ છે.’ શ્રીહરિભદ્રસૂરિજીએ શ્રીષદર્શનસમુચ્ચયના સાંખ્યદર્શન નામના ત્રીજા અધિકારમાં કહ્યું છે - ‘સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણો છે. પ્રસાદ, તાપ તથા દીનતા આદિ કાર્યો ક્રમશઃ તેમના લિંગો છે. (૩૫)' શ્રીગુણરત્નસૂરિજીએ રચેલ આ શ્લોકની ટીકા આ પ્રમાણે છે – ‘શ્લોકમાં ‘તાવત્’ શબ્દ પ્રક્રમાર્થક છે. તે આ પ્રકારે
તે પચ્ચીસ તત્ત્વોમાં સત્ત્વ સુખસ્વરૂપ છે, રજસ્ દુઃખસ્વરૂપ છે અને તમસ્ મોહસ્વરૂપ છે. એ પ્રમાણે સૌપ્રથમ ત્રણ ગુણો જાણી લેવા. પ્રશ્ન - તે ત્રણ ગુણોના લિંગો કયા છે ? જવાબ - પ્રસાદ એ સત્ત્વગુણનું લિંગ છે, તાપ એ રજસ્ ગુણનું લિંગ છે અને દૈન્ય એ તમસ્ ગુણનું લિંગ છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. તાપ એટલે સંતાપ. દૈન્ય એટલે દીનતા. કહેવાનો ભાવ આવો છે - પ્રસન્નતા, બુદ્ધિની હોંશિયારી, નિરભિમાનપણાની ઉત્પત્તિ, અનાસક્તિ, દ્વેષ, પ્રીતિ વગેરે કાર્યો