________________
योगसार: ५ / ४८, ४९
पद्मीयवृत्तिसमाप्तिः
६०७
तिथौ शनिवासरे मरुभूमौ सिरोडीनगरे केवलबागतीर्थे योगसारस्येयं वृत्तिः समाप्ता ।
शुभं भवतु सर्वजगतः ।
इति श्रीयोगसारे भावशुद्धिजनकोपदेशस्य पञ्चमस्य प्रस्तावस्य वृत्तिः समाप्ता ।
संसारावासनिवृत्ताः, शिवसौख्यसमुत्सुकाः । सद्भिस्ते गदिताः प्राज्ञाः, शेषास्त्वर्थस्य वञ्चकाः ॥ आमरणान्ताः प्रणयाः, कोपास्तत्क्षणभङ्गुराः। परित्यागाश्च निःसङ्गा, भवन्ति हि महात्मनाम् ॥
વિક્રમ સંવત્ ૨૦૬૬ વરસે મહા વદ બીજના દિવસે શનિવારે મરુભૂમિ (રાજસ્થાન)માં સિરોડીનગરમાં કેવલબાગતીર્થમાં યોગસારની આ વૃત્તિ પૂર્ણ થઈ. સર્વ જગતનું કલ્યાણ થાઓ.
આમ યોગસાર ગ્રંથના ભાવશુદ્ધિને પેદા કરવાનો ઉપદેશ આપનારા પાંચમા પ્રસ્તાવની વૃત્તિનો ભાવાનુવાદ પૂર્ણ થયો.
✰✰✰
જેઓ સંસાર નિવાસથી વિરક્ત થયા છે અને જેઓ મોક્ષના સુખ મેળવવા ઉત્સુક છે તેમને જ સત્પુરુષોએ પંડિત કહ્યા છે. તે સિવાયના બીજા તો (પંડિત શબ્દના) અર્થથી છેતરનારા છે (એટલે અર્થવિનાના નામના જ પંડિત છે.) એમ જાણવું.
મહાપુરુષોની પ્રીતિ મરણ સુધી રહે છે, તેમનો ગુસ્સો તત્કાળ જ નાશ પામે છે અને તેમનું દાન સંગ વિનાનું હોય છે. (એટલે બદલા વગેરેની ઇચ્છા વિનાનું હોય છે.)