________________
योगसारः ५/३८ अजरामरवत् कथं पापं करोषि ?
५५९ तथापि जीवो वस्तु स्वात्मानं च शाश्वतं मत्वा पापं करोति । ग्रन्थकारोऽनेन श्लोकेन तस्मै उपदेशं ददाति-'जगति सर्वं वस्तु चलम् । किमपि शाश्वतं नास्ति । सर्वं वस्तु क्षणाद् दृश्यते क्षणाच्च नश्यति । यदि सर्वं क्षणिकं तर्हि त्वं किमर्थं वस्तुनः प्राप्त्यर्थं रक्षणार्थं च पापानि करोषि ? त्वं यदर्थं पापं कुरुषे तस्मिन् भृशं रक्षितेऽपि सति तस्मात्तव वियोगो भविष्यति । ततस्तव कोऽपि लाभो न भविष्यति । प्रत्युत स्वकृतपापैस्त्वमेव दुर्गतिदुःखभाजनं भविष्यसि । इत्थं तव चेष्टया तवैव हानिर्भविष्यति। तवायुरपि कुशाग्रस्थितजलबिन्दुवच्चलम् । ततस्त्वमपि न शाश्वतः । स्तोककालानन्तरं तवाऽपि मृत्युभविष्यति । तथापि त्वं स्वमजरामरं मन्यसे । त्वं तथा गृहनिर्माणं करोषि यथा मन्ये तव कदापि मरणं नैव भविष्यति । त्वं धनार्जनपरिवारपालनसांसारिकव्यवहारादींस्तथा करोषि यथा मन्ये त्वं शाश्वतोऽसि । गृह-धन-परिवार-व्यवहारादीस्त्यक्त्वा त्वयाऽचिरात्परभवे प्रयातव्यम् । तत्किमर्थं तेषां निर्माणसंरक्षणाद्यर्थं त्वं पापं कुरुषे ? इत्थं पापकरणेन तव कोऽपि लाभो न भविष्यति । वस्तुनस्तु वियोगो भविष्यत्येव । तदर्थं कृतेन पापेन त्वं दुःखभाग्भविष्यसि । ततो वस्तुतत्त्वं विचार्य તે જીવને ઉપદેશ આપે છે - “જગતમાં બધી વસ્તુઓ ચલ છે. કંઈ પણ શાશ્વત નથી. બધી વસ્તુઓ ક્ષણમાં દેખાય છે અને ક્ષણમાં નાશ પામે છે. જો બધું ક્ષણિક હોય તો તું શા માટે વસ્તુને મેળવવા માટે અને તેના રક્ષણ માટે પાપો કરે છે ? તું જેની માટે પાપ કરે છે, તેનું ખૂબ રક્ષણ કરવા છતાં પણ તેનાથી તારો વિયોગ થશે. તેથી તેને કોઈ લાભ નહીં થાય. ઊલટું પોતે કરેલા પાપો વડે તારે જ દુર્ગતિના દુઃખો ભોગવવા પડશે. આમ તારી વર્તણૂકથી તને જ નુકસાન થશે. તારું આયુષ્ય પણ ઘાસની ટોચ પર રહેલા પાણીના ટીપા જેવું ચંચળ છે. તેથી તું પણ શાશ્વત નથી. થોડા સમય પછી તારું પણ મરણ થશે. છતાં પણ તું પોતાને અજર અને અમર માને છે. તું તે રીતે ઘર બાંધે છે કે જાણે તારે ક્યારેય મરવાનું જ ન હોય. તું તે રીતે ધન કમાય છે, તે રીતે પરિવારને પાળે છે, તે રીતે સંસારના વ્યવહારો કરે છે, જાણે કે તું શાશ્વત હોય. ઘર, ધન, પરિવાર, વ્યવહાર વગેરેને છોડીને તારે ટૂંક સમયમાં પરભવમાં જવાનું છે. તો પછી શા માટે તું તેમને બનાવવા માટે અને તેમનું રક્ષણ કરવા માટે પાપ કરે છે? આમ પાપ કરવાથી તેને કોઈ પણ લાભ નહીં થાય. વસ્તુનો તો વિયોગ થશે જ. તેની માટે કરેલા પાપ વડે તું દુઃખી થઈશ.