________________
४८०
सदाचारप्रवृत्तिरूपमौचित्यम् योगसारः ५/१३ मूलम् - 'बीजभूतं सुधर्मस्य, सदाचारप्रवर्त्तनम् ।
सदाचारं विना स्वैरि-ण्युपवासनिभो हि सः ॥१३॥ अन्वयः - सदाचारप्रवर्त्तनं सुधर्मस्य बीजभूतम्, हि सदाचारं विना स स्वैरिण्युपवासनिभः (अस्ति) ॥१३॥
पद्मीया वृत्तिः - सदाचारप्रवर्त्तनम् - सन्–शोभनश्चासावाचारः-अनुष्ठानञ्चेति सदाचारः, तत्र प्रवर्तनं प्रवृत्तिरिति सदाचारप्रवर्तनम्, सुधर्मस्य - केवलिप्ररूपितस्य, बीजभूतम् - आद्यकारणम्, हि - यतः, सदाचारम् - सदनुष्ठानं, विना - ऋते, सः - धर्मः, स्वैरिण्युपवासनिभः - स्वैरिण्या-व्यभिचारिण्या कृत उपवास इति स्वैरिण्युपवासः, तेन निभ:-तुल्य इति स्वैरिण्युपवासनिभः, 'अस्ति' इत्यत्राध्याहार्यम्।
धर्मार्थिना सदा शुभाचारेषु प्रवर्तनीयम् । तेनाऽशुभाचारा वर्जनीयाः । शुभाचारास्त्वेवम्प्रकाराः सन्ति-देवगुरुपर्युपास्तिः, सप्तव्यसनत्यागो, न्यायसम्पन्नता, दीनदुःखोद्धरणं, परोपकारो, गुणानुवादो, निन्दात्याग, औदार्य, दाक्षिण्यं, पापभीरुत्वादयश्च । एते सदाचारा धर्मस्य बीजभूताः । बीजादृक्षः प्रभवति । एवं सदाचारेषु प्रवर्त्तनेन धर्मः प्रभवति । द्वितीयभूमिकारोहणार्थं प्रथमं प्रथमभूमिकाऽऽरोहणीया । प्रथमभूमिकाऽऽरोहणं विना द्वितीयभूमिकारोहणमशक्यम् । सदाचारः प्रथमभूमिकारूपः, धर्मो द्वितीयभूमिकारूपः ।
શબ્દાર્થ - સદાચારમાં પ્રવર્તવું એ સદ્ધર્મનું બીજ છે, કેમકે સદાચાર વિનાનો ધર્મ એ વ્યભિચારિણી સ્ત્રીના ઉપવાસ જેવો છે. (૧૩)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - ધર્માર્થીએ હંમેશા સારા આચારો આચરવા. તેણે અશુભ આચારો છોડવા. શુભ આચારો આવા પ્રકારના છે – દેવ-ગુરુની સેવા, સાત વ્યસનોનો ત્યાગ, ન્યાયથી યુક્તપણું, દીનોના દુઃખો દૂર કરવા, પરોપકાર કરવો, ગુણાનુવાદ કરવા, નિંદાનો ત્યાગ કરવો, ઉદારતા, દાક્ષિણ્ય (બીજાની પ્રાર્થનાનો ભંગ ન કરવો), પાપથી ડરવું વગેરે. આ સદાચારો ધર્મના બીજ સમાન છે. બીજમાંથી વૃક્ષ થાય છે, એમ સદાચારોમાં પ્રવર્તવા વડે ધર્મ થાય છે. બીજા માળે ચઢવા માટે પહેલા પહેલા માળે ચઢવું જોઈએ. પહેલા માળે ચઢ્યા વિના બીજા માળે ચઢી ન શકાય. સદાચાર એ પહેલા માળ જેવો છે. ધર્મ બીજા માળ જેવો છે. १. G प्रतावयं श्लोको नास्ति ।