________________
योगसारः ५/११ औचित्यस्य माहात्म्यम्
४७१ प्रवर्त्तनेन सर्वप्रियकरणेन च कायस्य दुष्प्रवृत्तीनां निरोधो भवति । ततः कायनिरोधो भवति । कायनिरोधार्थमेवमुपदिष्टमध्यात्मकल्पद्रुमे - 'कृपया संवृणु स्वाङ्गं, कूर्मज्ञातनिदर्शनात् । संवृतासंवृताङ्गा यत्, सुखदुःखान्यवाप्नुयुः ॥२४८॥ कायस्तम्भान्न के के स्युस्तरुस्तम्भादयो यताः ? । शिवहेतुक्रियो येषां, कायस्तांस्तु स्तुवे यतीन् ર૪?’
अयमत्रोपदेशसारः-सर्वचौचित्येन प्रवर्तनीयं सर्वेषाञ्च प्रियं करणीयम् । इत्थं कायो निरुद्धो भवति ॥१०॥
अवतरणिका - औचित्यं विरला जानन्तीति प्रतिपाद्य अधुनौचित्यस्य माहात्म्यमाह - मूलम् - औचित्यं परमो बन्धु-रौचित्यं परमं सुखम् ।
धर्मादिमूलमौचित्य-मौचित्यं जनमान्यता ॥११॥ अन्वयः - औचित्यं परमो बन्धुः, औचित्यं परमं सुखं, औचित्यं धर्मादिमूलं, औचित्यं जनमान्यता ॥११॥ અને બધાનું પ્રિય કરનારા મનુષ્યો જગતમાં થોડા જ છે. ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરવાથી અને બધાનું પ્રિય કરવાથી કાયાની ખરાબ પ્રવૃત્તિઓ અટકે છે. તેથી કાયાનો નિરોધ થાય છે. કાયાના નિરોધ માટે અધ્યાત્મકલ્પદ્રુમમાં આ રીતે ઉપદેશ અપાયો છે, “કાચબાના દષ્ટાંતથી તું કૃપા કરીને પોતાના શરીરનો નિરોધ કર, કેમકે શરીરના નિરોધવાળા સુખ પામે છે અને શરીરના નિરોધ વિનાના દુઃખ પામે છે. કાયાના થંભી જવાથી ઝાડ, થાંભલા વગેરે કોણ કોણ નિયંત્રણવાળા નથી ? જેમનું શરીર મોક્ષની કારણભૂત ક્રિયાઓ કરનાર છે તે યતિઓની હું સ્તુતિ કરું છું. (૨૪૮, ૨૪૯)”
અહીં ઉપદેશનો સાર આ પ્રમાણે છે – બધે ઔચિત્યપૂર્વક પ્રવર્તવું અને બધાનું પ્રિય કરવું. આમ કાયાનો નિરોધ થાય છે. (૧૦)
અવતરણિકા - ઔચિત્યને થોડા લોકો જાણે છે, એમ કહીને હવે ઔચિત્યનું માહાભ્ય કહે છે -
શબ્દાર્થ – ઔચિત્ય શ્રેષ્ઠ ભાઈ છે, ઔચિત્ય શ્રેષ્ઠ સુખ છે, ઔચિત્ય ધર્મનું પ્રથમ મૂળ છે, ઔચિત્ય લોકમાન્યતા છે. (૧૧)